આણંદમાં રાજ્યકક્ષાનો મહિલા હોમગાર્ડઝ બેઝિક તાલીમ કેમ્પ યોજાય
આણંદ ખાતે મહિલા હોમગાર્ડઝનો રાજ્યકક્ષાનો બેઝિક તાલિમ કેમ્પ યોજાયો હતો. જેમા રાજ્યભરની હોમગાર્ડની મહિલા ઉપસ્થિત રહી હતી.
રાજ્યકક્ષા મહિલા હોમગાર્ડઝ બેઝીક તાલીમ કેમ્પ તા.૨૩/૦૨ થી ૦૬/૦૩/૨૦૨૩ દરમ્યાન સાણંદ તાલુકાના માધવનગર ખાતે યોજાયેલ હતો, જેમાં પાટણ જીલ્લાના ૫ મહિલા હોમગાર્ડઝ સભ્યોએ તાલીમાર્થી તરીકે ભાગ લીધેલ હતો. રાજ્યકક્ષાના આ તાલીમ કેમ્પમાં પાટણ યુનીટના મહિલા હોમગાર્ડઝ સભ્ય જલકબેન જે. પટેલ ને "બેસ્ટ ડિસીપ્લીન" એવોર્ડ તથા ધર્મિષ્ઠાબેન એમ. પરમાર ને "બેસ્ટ કલ્ચર પ્રોગ્રામ"નો એવોર્ડ મળેલ છે.

આ એવોર્ડ પ્રાપ્ત કરી તેઓએ રાજ્યકક્ષાએ પાટણ જીલ્લા હોમગાર્ડઝ પરિવારનું ગૌરવ વધારતા તે બદલ નાયબ પોલીસ અધિક્ષક (મુ.મ.) પાટણ અને જિલ્લા કમાન્ડન્ટ કે.કે. પંડ્યાએ તેઓને રૂબરૂમાં એવોર્ડ તથા પ્રસંશાપત્ર એનાયત કરી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે નવનિયુક્ત પ્રિયંકાબેન અશોકભાઇ સોલંકીને આવકારાયા હતા. આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડઝના પીએસઆઇ ઉદેસિંહ સોલંકી તથા હેડક્લાર્ક રાજેન્દ્ર એમ. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
