For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Statue Of Unityને ટાઈમ મેગેઝીનમાં સ્થાન મળતાં મોદી ખુશ થયા, કહી મોટી વાત

Statue Of Unityને ટાઈમ મેગેઝીનમાં સ્થાન મળતાં મોદી ખુશ થયા, કહી મોટી વાત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમેરિકાના લોકપ્રસિદ્ધ મેગેઝીન TIMEએ વિશ્વના 100 મહાનતમ સ્થળોની એક યાદી જાહેર કરી છે. જેમાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટીને પણ જગ્યા મળી છે. જેના પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કીરને લખ્યું કે, 'શાનદાર, સ્ટેચ્યૂ ઑફ યૂનિટીને ટાઈમ મેગેઝીને 100 શ્રેષ્ઠ સ્થળોની યાદીમાં સામેલ કરી છે, કેટલાક દિસ પહેલા સ્ટેચ્યૂ ઑફ યૂનિટીએ એક દિવસમાં 34000 લોકો ફરવા આવ્યા હોવાનો રેકોર્ડ બનાવ્યો, ખુશી છે કે જગ્યા પોપ્યુલર ટૂરિસ્ટ પ્લેસના રૂપમાં પણ ઉભરી રહી છે.'

પીએમ મોદીએ કરી અપીલ

પીએમ મોદીએ કરી અપીલ

જેને લઈ પીએમ મોદીએ વધુ એક ટ્વીટ કરી લોકોને સ્ટેચ્યૂ ઑફ યૂનિટી જોવા જવાની ઉમ્મીદ જતાવી છે, પીએમ મોદીએ લખ્યું કે, સરકાર સરોવર બાંધનું જળ સ્તર ઐતિહાસિક 134 મીટર સુધી પહોંચી ગયું છે. પીએમ મોદીએ ડેમની કેટલીક તસવીરો શેર કરતા લખ્યું, ઉમ્મીદ છે કે તમે આ પ્રતિષ્ઠિત જગ્યાએ જશો અને સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની ગેલેરીથી સરદાર સરોવર બાંધ બહુ ખુબસૂરત દેખાય છે. જેના 15 ગેટ હાલ ખુલેલા છે. એવામાં અહીં આવતા સૈલાણીઓ સ્ટેચ્યૂની સાથોસાથ સરદાર સરોવર બાંધનો પણ લુફ્ત ઉઠાવે છે.

સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીથી બેગણી ઉંચી છે સ્ટેચ્યૂ ઑફ યૂનિટી

સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીથી બેગણી ઉંચી છે સ્ટેચ્યૂ ઑફ યૂનિટી

ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે પીએણ મોદીએ 31 ઓક્ટોબરે આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મ જયંતિ પર તેમની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યૂનિટિનું અનાવરણ કર્યું હતું. આ સ્ટેચ્યૂ ઑફ યૂનિટી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. જેની ઉંચાઈ 182 મીટર (597 ફીટ) છે. ઉંચાઈમાં આ અમેરિકાના સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી (93 મીટર)થી બેગણા વધુ ઉંચી છે. જ્યારે રિયો ડી જેનેરિયોના ક્રાઈસ્ટ ધી રિડીમર ટાવરથી ચાર ગણા ઉંચી છે. જને બનાવવામાં કુલ 2989 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

6 લાખ ગ્રામીણોએ મૂર્તિની સ્થાપના માટે લોખંડ દાન કર્યું

6 લાખ ગ્રામીણોએ મૂર્તિની સ્થાપના માટે લોખંડ દાન કર્યું

આ સ્મારક માટે 6 લાખ ગ્રામીણોએ મૂર્તિ સ્થાપના માટે લોખંડ દાન કર્યું. જેના માટે 5000 મેટ્રિક ટન લોઘંડ એકઠું કરવામાં આવ્યું. આ પ્રતિમાને બનાવાની જવાબદારી પ્રખ્યાત મૂર્તિકાર પદ્મ ભૂષણ રામ વનજી સુથારને આપવામાં આવી હતી. જણાવી દઈએ કે સ્ટેચ્યૂ ઑફ યૂનિટી અમદાવાદથી 200 કિમી દૂર નર્મદાના સરદાર સરોવર ડેમ નજીક બનાવવામાં આવ્યો છે, આ મૂર્તિ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે બાવવામાં આવી છે. આ સ્ટેચ્યૂના નિર્માણમાં 25000 ટન લોખંડ અને 90000 ટન સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિને 7 કિમી દૂરથી જોઈ શકાય છે.

ભારતમાં પહેલી વાર ગુજરાતમાં ફેલાયો ‘કોંગો' વાયરસ, 2 મહિલાના મોત, 5ના જીવ જોખમમાંભારતમાં પહેલી વાર ગુજરાતમાં ફેલાયો ‘કોંગો' વાયરસ, 2 મહિલાના મોત, 5ના જીવ જોખમમાં

English summary
statue of unity got place in time's list of top 100 place
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X