For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદારની પ્રતિમાને લઈ 22 ગામના લોકોએ પીએમને લખી ચિઠ્ઠી, નથી લાગતું તમે મૃત્યુનો જશ્ન મનાવી રહ્યા છે?

મોદીજી, તમને નથી લાગતું મોતનો જશ્ન મનાવી રહ્યા છો?

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં નર્મદા નદી કિનારે બની રહેલ સરદાર વલ્લભભાઈ પેટલની મૂર્તિ 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' બનીને તૈયાર થઈ રહી છે. દુનિયાની સૌથી ઉંચી મૂર્તિનું સરદારના જન્મદિવસે 31મી ઓક્ટોબર પીએમ મોદી લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. એક બાજુ સરદા સરોવર ડેમ પર બનાવવામાં આવેલ આ મૂર્તિને વડાપ્રધાન મોદી અને સરકારના લોકો એક ઉપલબ્ધી ગણાવી રહ્યા છે, જ્યારે સરદાર સરોવર બંધની પાસે વસેલ 22 ગામના લોકોએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને લઈને પીએમ મોદીને ઓપન લેટર લખી તેને તબાહીનું કારણ ગણાવ્યું છે. ચિઠ્ઠીમાં ગ્રામજનોએ કહ્યું કે તેમને આનાથી ભારે નુકસાન થયું છે અને બુધવારે પ્રધાનમંત્રીનું સ્વાગત નહિ કરે.

તોડફોડ જોઈને રડી પડત સરદાર પટેલ

તોડફોડ જોઈને રડી પડત સરદાર પટેલ

ચિઠ્ઠીમાં ગ્રામજનોએ મોદીને લખ્યું કે જો સરદાર પટેલ આજે જીવતા હોત તો મૂર્તિ માટે સરદાર સરોવર ડેમ પર જેવી રીતે તોડફોડ કરવામાં આવ્યું અને આજુબાજુના જંગલને નુકસાન થયું છે તેને જોઈને રડી પડત. ગ્રામીણોએ લખ્યું, મોદી જી, બહુ દુઃખ સાથે અમે ગામવાળા લોકો તમને જણાવવા માગીએ છીએ કે 31 ઓક્ટોબરે તમે આવશો ત્યારે અમે તમારું સ્વાગત નહિ કરીએ. તમે બિન આમંત્રિત મહેમાનની જેમ ભલે આવો પરંતુ તમારું સ્વાગત નહિ થાય.

મોદીજી તમને નથી લાગતું તમે મોતનો જશ્ન મનાવી રહ્યા છો

મોદીજી તમને નથી લાગતું તમે મોતનો જશ્ન મનાવી રહ્યા છો

ગ્રામજનોએ લખ્યું કે, આ જંગલ, નદી, ઝરણાં વગેરેને કારણે જ અમે લોકો જીવતા છીએ અને તેની મદદથી જ અમે ખેતી કરી રહ્યા છીએ. આ બધી જ વસ્તુઓ તબાહ કરવામાં આવી રહી છે અને તેનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, તમને નથી લાગતું કે આ એક પ્રકારના મોતનું જશ્ન છે? અમને તો આવું જ લાગી રહ્યું છે. ગ્રામજનોએ કહ્યું કે સામાન્ય નાગરિકો મહેનતથી પૈસા કમાતા હોય છે પરંતુ સરકાર મૂર્તિ જેવા પ્રોજેક્ટ પર પાણીની જેમ પૈસા વહાવી દે છે.

પ્રતિમા બનાવવામાં 2989 કરોડ ફૂંકી માર્યા

પ્રતિમા બનાવવામાં 2989 કરોડ ફૂંકી માર્યા

નર્મદા સરોવરને કાંઠે દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું 31મી ઓક્ટોબરે એમની જન્મ જયંતિ પર ઉદ્ઘાટન થશે. પોતાની ઉંચાઈને કારણે આ પ્રતિમા અત્યારે દુનિયાની સૌથી ઉંચી મૂ્તિ બની ગઈ છે. દુનિયામાં હવે બીજા સ્થાન પર ચીનમાં સ્પ્રિંગ ટેંપલમાં બુદ્ધની મૂર્તિ છે, જેની ઉંચાઈ 153 મીટર છે. આ મૂર્તિના નિર્માણમાં કુલ 2989 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.

ગુજરાતમાં 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' પણ ઉંડેથી છે એકદમ વિભાજિતગુજરાતમાં 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' પણ ઉંડેથી છે એકદમ વિભાજિત

English summary
Statue of Unity Kevadiya villagers write open letter to PM Narendra Modi sardar patel would cry if he saw destruction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X