For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહપુરમાં તોફાની તત્વોનો પથ્થરમારો, પોલીસનો 10 રાઉન્ડ ગોળીબાર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ શાહપુર ખાતે ગત રાત્રે થયેલા ગોળીબારમાં ઇજાગ્રસ્ત પામેલા એક યુવાનનું આજે મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્ત થયા બાદ યુવાનને વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે. જોકે યુવકના પોસ્ટમોર્ટમને લઇને પરિવારજનોમાં મતભેદ સર્જાયો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. હાલ શાહપુરમાં અજંપાભરી સ્થિતિ છે. નોંધનીય છેકે, ગુજરાત સહિત દેશભરમાં આજે બકરી ઇદની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદના શાહપુર ખાતે બકરી ઇદની પૂર્વ સંધ્યાએ વાતાવરણને ડ્હોળવા માટે કેટલાક તોફાની તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે માહોલ ગરમાયો હતો. પથ્થરમારાની ઘટનાથી વિસ્તારમાં તંગદિલી પ્રસરી હતી.

બનાવ અંગે જાણવા મળેલી માહિતી અનુસાર બે દિવસ પૂર્વે શહેરના મિરઝાપુર વિસ્તારમાં ઘટેલી પથ્થરમારાની ઘટના બાદ રવિવારે સંવેદનશિલ મનાતા શાહપુરમાં રંગીલા પોલીસ ચોકી નજીક પોલીસ પર પથ્થરમારાની બનેલી ઘટનાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું મુશ્કેલી વધારી દીધી છે. કેટલાક તોફાની તત્વો દ્વારા પથ્થરમારા ઉપરાંત બાટલી બોમ્બનો મારો કરવામાં આવતા વાતવારણ ગરમાઇ ગયુ હતું, તેમજ બે રાઉન્ડ ખાનગી ગોળીબાર પણ થયો હોવાના અહેવાલ છે. એવી પણ માહિતી મળી રહી છેકે, અસામાજીક તત્વો પીઆઇની સર્વિસ રિવોલ્વર લઇને ભાગી ગયા હતા.

સ્થિતિ વણસી રહી હોવાનું માલુમ પડતા પોલીસ કમિશનર શિવાનંદ ઝા, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ ઉપરાતં વ્રજ્જની ટીમે સ્થિતિને કાબુમાં લેવા માટે પ્રયાસો આદર્યા હતા. જે દરમિયાન એકઠાં થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના 70 જેટલા સેલ છોડ્યા હતા. તેમજ હવામાં 10 રાઉન્ડ ગોળીબાર પણ પોલીસે કર્યું હતું. છતાં મામલો વધું વણસતા રેપિડ એક્શન ફોર્સની મદદ લેવામા આવી હતી. હાલ શાહપુરની સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છેકે, શુક્રવારે અને શનિવારે પણ પથ્થરમારાની ઘટના તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવાની ઘટના બની હતી. જેમાં પોલીસ પર જીપ ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. શાહપુર પોલીસે ઘટના સંદર્ભે ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી શકમંદોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અહીં શાહપુરમાં સર્જાયેલી તંગદિલીની તસવીરો નીચે સ્લાઇડરમાં આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ- ગુજરાતના ખૂણે-ખૂણે હશે ‘એક સચિન', સ્પોર્ટ્સ શાળા બનશે રાજ્યભરમાં

તોફાની તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો

તોફાની તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો

અમદાવાદના શાહપુર ખાતે બકરી ઇદની પૂર્વ સંધ્યાએ વાતાવરણને ડ્હોળવા માટે કેટલાક તોફાની તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે માહોલ ગરમાયો હતો. જોકે સ્થિતિને થાળે પાડવા માટે પોલીસે 70 જેટલા ટીયરગેસના સેલ છોડ્યા હતા.

પથ્થરમારા ઉપરાંત બાટલી બોમ્બનો મારો

પથ્થરમારા ઉપરાંત બાટલી બોમ્બનો મારો

કેટલાક તોફાની તત્વો દ્વારા પથ્થરમારા ઉપરાંત બાટલી બોમ્બનો મારો કરવામાં આવતા વાતવારણ ગરમાઇ ગયુ હતું, તેમજ બે રાઉન્ડ ખાનગી ગોળીબાર પણ થયો હોવાના અહેવાલ છે. એવી પણ માહિતી મળી રહી છેકે, અસામાજીક તત્વો પીઆઇની સર્વિસ રિવોલ્વર લઇને ભાગી ગયા હતા.

ઘટનાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની મુશ્કેલી વધારી

ઘટનાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની મુશ્કેલી વધારી

બે દિવસ પૂર્વે શહેરના મિરઝાપુર વિસ્તારમાં ઘટેલી પથ્થરમારાની ઘટના બાદ રવિવારે સંવેદનશિલ મનાતા શાહપુરમાં રંગીલા પોલીસ ચોકી નજીક પોલીસ પર પથ્થરમારાની બનેલી ઘટનાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની મુશ્કેલી વધારી દીધી છે.

પોલીસ કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે

પોલીસ કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે

સ્થિતિ વણસી રહી હોવાનું માલુમ પડતા પોલીસ કમિશનર શિવાનંદ ઝા, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ ઉપરાતં વ્રજ્જની ટીમે સ્થિતિને કાબુમાં લેવા માટે પ્રયાસો આદર્યા હતા.

રેપિડ એક્શન ફોર્સની મદદ લેવાઇ

રેપિડ એક્શન ફોર્સની મદદ લેવાઇ

પોલીસે હવામાં 10 રાઉન્ડ ગોળીબાર પણ કર્યું હતું. છતાં મામલો વધુ વણસતા રેપિડ એક્શન ફોર્સની મદદ લેવામા આવી હતી. હાલ શાહપુરની સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

English summary
Agitated over a search by police of a suspect involved in alleged cow slaughter in communally sensitive Shahpur area of Old City here, over 200 people clashed with the police which fired tear gas shells to disperse them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X