For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યરત કરાયુ!

સમગ્ર રાજયમાં વર્ષ- ૨૦૧૮માં જળ સંગ્રહશક્તિ વઘારવા, પાણીનો બગાડ અટકાવવા તથા લોકમાનસમાં જાગૃતિ લાવવાના ઉમદા આશયથી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

સમગ્ર રાજયમાં વર્ષ- ૨૦૧૮માં જળ સંગ્રહશક્તિ વઘારવા, પાણીનો બગાડ અટકાવવા તથા લોકમાનસમાં જાગૃતિ લાવવાના ઉમદા આશયથી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૨નો આરંભ રાજયભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતેના તળાવથી કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ૧૧૬ કામો હાથ ધરવામાં આવ્યા છે. આ કામો થકી જિલ્લામાં જળ સંગ્રહશક્તિમાં ૮૪.૪૦ લાખ ઘન ફૂટ જેટલો વઘારો થશે. આ અભિયાન હેઠળ જિલ્લામાં ૧૬ કિલોમીટર થી વઘારે કાંસોની સફાઇ પણ કરવામાં આવી છે.

Sujlam suflam abhiyan

ગાંધીનગર જિલ્લામાં લોકભાગીદારીથી 52 કામો, મનરેગા હેઠળ ૨૩ કામો તથા વિભાગીય રીતે ૪૧ કામો મળી કુલ- ૧૧૬ કામોનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં દહેગામ તાલુકામાં ૩૬, ગાંધીનગર તાલુકામાં ૨૭, કલોલ તાલુકામાં ૨૬ અને માણસા તાલુકામાં ૨૭ જેટલા કામો કરવામાં આવ્યા છે. આ કામો થકી જળ સંગ્રહશક્તિમાં ૮૪.૪૦ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે. આ અભિયાન થકી ગાંધીનગર જિલ્લાની ૧૬ કિલોમીટરથી વઘારે કાંસોની સાફ – સફાઇ કરવામાં આવી છે. તેમજ ૬૬૦૦ થી વઘારે માનવદિનની રોજગારી પુરી પાડવામાં આવી છે. આ અભિયાનમાં ગટર સાફ- સફાઇ, નદી સાફ સફાઇ અને એર વાલ્વ સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે.

આ અભિયાન અંતર્ગત થયેલ કામગીરી થકી પાણીના સંગ્રહમાં વઘારો થવાથી કુવાઓમાં તળ ઉંચા આવશે. સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ થશે. તળાવો, ચેકડેમો વગેરેમાં પાણીનો સંગ્રહ થવાથી સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ હળવી થશે. ખેડૂતોને લાભ થશે. ભુગર્ભ જળના તળ ઉંચા આવવાથી સિંચાઇ અર્થે થતાં વિજ વપરાશમાં ઘટાડો થશે. આ અભિયાન અંતર્ગત થયેલ ખોદાણના કામો થકી નીકળેલ માટી અને કાંપનો ખેડૂતોના ખેતરમાં તથા જાહેર વિકાસના કામોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ માટે સરકાર દ્વારા રોયલ્ટીમાં માફી પણ આપવામાં આવેલ છે.

English summary
Sujalam Sufalam Jal Abhiyan launched in Gandhinagar district!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X