For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રીના પુત્રને કાયદો શીખવનાર સુનીતા કરશે IPSની તૈયારી, કહ્યુ - પાવર ખાખીમાં નહિ રેન્કમાં છે

ગુજરાતની પોલિસ કૉન્સ્ટેબલ સુનીતા યાદવનો એક વીડિયો ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો જેમાં તે મંત્રીના દીકરાને કાયદા વિશે શીખવતી દેખાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતની પોલિસ કૉન્સ્ટેબલ સુનીતા યાદવનો એક વીડિયો ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો જેમાં તે મંત્રીના દીકરાને કાયદા વિશે શીખવતી દેખાઈ રહી છે. વાસ્તવમાં મંત્રીના દીકરાએ 8 જુલાઈની રાતે કોરોના વાયરસ કર્ફ્યુનુ ઉલ્લંઘન કર્યુ હતુ. હવે સુનીતાનો વીડિયો જોઈને લોકો તેને લેડી સિંઘમ કરી રહ્યા છે. જો કે સુનીતાનુ કહેવુ છે કે તે લેડી સિંઘમ નથી પરંતુ એલઆર અધિકારી(લોકરક્ષક દળ) છે.

'હું લેડી સિંઘમ નથી'

'હું લેડી સિંઘમ નથી'

એક વેબસાઈટ સાથે વાતચીતમાં સુનીતા કહે છે, 'હું લેડી સિંઘમ નથી. હું એક સામાન્ય એલઆર અધિકારી(લોકરક્ષક દળ) છુ. મે માત્ર મારી ફરજ નિભાવી છે. લોકોએ આવુ એટલા માટે કહ્યુ કારણકે મોટાભાગના પોલિસકર્મી આવુ નથી કરતા. પરંતુ સારુ લાગે છે જ્યારે લોકો આવુ કહે છે.' સુનીતાએ કહ્યુ, 'પહેલા મે વિચાર્યુ હતુ કે શક્તિ ખાખી(પોલિસનો યુનિફોર્મ)માં હોય છે. પરંતુ આ ઘટનાએ મને સમજાવી દીધુ કે શક્તિ(પાવર) રેકમાં છે. તો હું આઈપીએસની તૈયારી કરવા ઈચ્છુ છે. હું એક રેંક સાથે પાછી આવવા માંગુ છુ. આ મુદ્દાને સરળતાથી ઉકેલી શકાતો હતો. પરંતુ તેને ચ્વીંગમની જેમ ખેંચવામાં આવ્યો કારણકે મારી પાસે કોઈ રેંક નથી.'

જરૂરી કામો માટે નીકળવાની મનાઈ નથી

જરૂરી કામો માટે નીકળવાની મનાઈ નથી

આ ઘટના વિશે વાત કરતા સુનીતા યાદવે કહ્યુ કેઆ દરમિયાન અમુક લકો કર્ફ્યુ દરમિયાન પણ સતત વાહનથી જઈ રહ્યા હતા. જેના કારણે તેણે આ લોકોને રોકીને પૂછ્યુ કે કર્ફ્યુમાં બહાર નીકળવાનુ શું કારણ છે. તે કહે છે, 'જરૂરી કામો માટે કર્ફ્યુમાં નીકળવાની મનાઈ નથી. તો તેણે મારી માફી માંગી. તો મે તેને સમજ્યા વિચાર્યા વિના જવા દેવા માટે વિચાર્યુ પરંતુ કાયદા અનુસાર મારે કરવાનુ હતુ. મારી પાસે ચલાનની સ્લિપ નહોતી. તો મને લાગ્યુ કે કાયદાના ઉલ્લંઘન માટે થોડા સિટઅપ્સ પૂરતા હતા.'

મંત્રીના દીકરા સાથે વિવાદ બાદ મળી ધમકી

મંત્રીના દીકરા સાથે વિવાદ બાદ મળી ધમકી

સુનીતા યાદવ સાથે રાજ્યના આરોગ્ય મંત્રી કાનાણીના દીકરા પ્રકાશ કાનાણીની જોરદાર વાદવિવાદ થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ બાબતે કાનાણીના દીકરા પ્રકાશ કાનાણી અને તેના દોસ્તોની પોલિસે ધરપકડ કરી હતી. જો કે આ ઘટના બાદ સુનીતાને ધમકીઓ પણ મળવા લાગી હતી. તેને પ્રોટેક્શન આપવામાં આવ્યુ હતુ અને ટ્રાન્સફર પણ કરી દેવામાં આવી. ત્યારબાદ સુનીતાએ રાજીનામુ આપી દીધુ હતુ પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે તેનુ રાજીનામુ મંજીર થયુ છે કે નહિ.

'આના માટે લોકો જવાબદાર છે'

'આના માટે લોકો જવાબદાર છે'

સુનીતાનુ કહેવુ છે કે, 'પાંચ લોકો રાતે કર્ફ્યુના સમયમાં 10.30 થી 11.00 વચ્ચે બહાર ફરી રહ્યા હતા. તેમણે માસ્ક પણ પહેર્યુ નહોતુ. મે તેમને રોક્યા અને બહાર નીકળવાનુ કારણ પૂછ્યુ. મંત્રીનો દીકરો આવ્યો. તેના માટે લોકો જવાબદાર છે કારણકે આપણી તેમની સાથે વીવીઆઈપીને જેમ વ્યવહાર કરીએ છીએ.' આઈપીએસ બનવાની તૈયારી વિશે સુનીતાએ કહ્યુ, 'અત્યારે હું ખૂબ જ તણાવમાં છુ અને કંઈ વિચારી શકતી નથી. પહેલા પણ હું આઈપીએસ બનવા ઈચ્છતી હતી. હું એક આર્મી ઑફિસર બનવા ઈચ્છતી હતી પરંતુ અમુક કારણોસર ન બની શકી.' સુનીતાએ કહ્યુ કે જો તે આઈપીએસ બનવા માટે સિવિલ પરીક્ષા પાસ નહિ કરી શકે તો એલએલબીમાં હાથ અજમાવશે અથવા પત્રકારત્વમાં કરિયર બનાવશે.

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનુ નિધન, કોરોનાથી હતા સંક્રમિતઆચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનુ નિધન, કોરોનાથી હતા સંક્રમિત

English summary
Sunita yadav, gujarat constable wants to prepare for IPS to come back with rank
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X