14 આંગણવાડી બહેનોને નોકરી નીકાળતા સુરતમાં થયો હંગામો

Subscribe to Oneindia News

રાજ્યભરમાં આંગણવાડી બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારા, કાયમી નોકરી અને પડતર પ્રશ્નોને લઇ વિરોધ થઇ રહ્યા છે. સરકારે આ વખતના બજેટમાં આંગણવાડી બહેનોના પગારમાં ૧૫ ટકાનો વધારો આપ્યો હતો જેને લઇ આંગણવાડી બહેનો સરકારથી નારાજ છે. સુરત મ્યુનીસીપલ કમિશ્નર દ્વાર 14 આંગણવાડી બહેનોને સસ્પેન્ડ કરતા આંગણવાડી બહેનો મુઘલીસરા ખાતે કોર્પોરેશન કચેરી જઈ વિરોધ નોંધાવી ઘેરાવ કર્યો હતો. અને 14 સસ્પેન્ડ કરેલી કર્મચારીઓને પરત લેવામાં આવે તેવી માંગ કરી હતી.

aganwadi


નોંધનીય છે કે રાજ્ય સરકારે રજુ કરેલા બજેટમાં આંગણવાડી કર્મચારીઓના પગારમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે તે વાતથી નાખુશ આંગણવાડીની મહિલાઓ આ વાતનો વિરોધ કરવા ગત તારીખ 22ફેબ્રુઆરીથી ના રાજ્યભરમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી છે. ફરજ ઉપર હાજર ન રહેતા બાળકો અને સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહ્યો નથી. તેથી મ્યુનિસિપલ કમિશનરે 14 આગણવાડી બહેનોને સસ્પેન્ડ કરી હતી. જો કે પાછળથી મેયર દ્વારા તમામ બહેનોના સસ્પેન્શન રદ કરાયા હતા. અને તે તમામને ફરજ હાજર રહેવા જણાવ્યું હતું

English summary
Surat: Anganwadi worker protest. Read more on it.
Please Wait while comments are loading...