સુરતમાં ભાઈએ કરી બહેનની હત્યા, પ્રેમ સંબંધ કારણે મળી મોત

Subscribe to Oneindia News

સુરતના કતારગામ વિસ્તારમાં બહેનના પ્રેમ સંબધને લઈને નાના ભાઈએ બહેની તાપી નદીમાં ડૂબાવી હત્યા કરી. સમગ્ર ઘટના સ્થાનિક લોકો જોઈ જતા હત્યા કરનાર ભાઈ અને મામાને ઝડપી પાડી પોલીસ ના હવાલે કર્યા હતા. જે બાદ હાલ પોલીસ તપાસ ચાલુ કરી છે. સુરત ના કતારગામ વિસ્તારમાં તાપી નદી કિનારે એક 21 વર્ષની યુવતીની હત્યા કરીને ભાગતા બે લોકોને સ્થાનિક લોકો એ ઝડપી પાડ્યા હતા. અને બાદમાં પોલીસના હવાલે કર્યા હતા.

suarat

જ્યાં પોલીસની પૂછપરછમાં સલાબતપુરા વિસ્તારમાં રહેતો વિકી અને તેના મામા તેની બહેન સાથે નદી કિનારે આવ્યા હતા. અને વિકિની મોટી બહેન સંગીતા એક યુવાન સાથે પ્રેમ કરતી હતી. જે બાબતે ઘરમાં અવાર નવાર ઝગડા થતા હતા. જેને પગલે તાપી નદી કિનારે મામાની મદદથી પોતાની બહેને પાણીમાં ડુબાડીને હત્યા કરી નાખી હતી. લોકો જોઈ જતા મામા ભાણેજ ભાગતા સ્થાનિક લોકોએ ઝડપી પાડીને કતારગામ પોલીસના હવાલે કરતા કતારગામ પોલીસે FSL ની મદદ થી તપાસ હાથ ધરી છે.

English summary
Surat : Brother killed her own sister, reason love affair. Read more on this.
Please Wait while comments are loading...