For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ પહેલીવાર ગુજરાતની બે બહેનોએ એવરેસ્ટ સર કર્યો, જુઓ Pics

સુરતઃ પહેલીવાર ગુજરાતની બે બહેનોએ એવરેસ્ટ સર કર્યો, જુઓ Pics

|
Google Oneindia Gujarati News

સુરતઃ નેપાળ સ્થિત દુનિયાના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટની ચોટી સર કરી બે ગુજરાતી બહેન સુરત પરત ફરી છે. 25 વર્ષીય આદિતિ અને 21 વર્ષની અનુજાએ 22મેના રોજ માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 8848 મીટર ઉંચા માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો ફરકાવ્યો. બંનેએ 30 માર્ચના રોજ પોતાનું મિશન શરૂ કર્યું હતું, અન્ય 24 દેશોના પર્વતારોહિઓ સાથે તેમણે હિમાલય પર્વતનું ટ્રેકિંગ કર્યું. કેટલાય દેશોના પર્વતરોહી માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચ્યા, જેમાં ગુજરાતથી પહેલીવાર આ બે સગી બહેનોએ ચઢાઈ પૂરી કરી.

ગુજરાતથી બે બહેનોએ પહેલીવાર એવરેસ્ટ સર કર્યો

ગુજરાતથી બે બહેનોએ પહેલીવાર એવરેસ્ટ સર કર્યો

હાલમાં જ જ્યારે આદિતિ અને અનુજા સુરત પરત ફરી તો એરપોર્ટ પર તેનો પરિવાર અને સંબંધીઓ સ્વાગતમાં લાગી ગયા છે. તેમના માતા-પિતાએ કહ્યું કે અમારી દીકરીઓએ હિમાલયની સૌથી ઉંચી ચોટી પર તિરંગો લહેરાવી દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. જણાવી દઈએ કે તેઓ શહેરના અઠવાલાઈન્સ સ્થિત આદર્શ સોસાયટીમાં રહે છે.

અમારી સફળતા પર પેરેન્ટ્સ ખુશ છે

અમારી સફળતા પર પેરેન્ટ્સ ખુશ છે

આદિતિએ કહ્યું કે, 'મારા પિતા ડૉ. આનંદ વૈદ્ય આયુર્વેદિક ચિકિત્સક છે. અમારી આ ઉપલબ્ધી પર તેમનો હરખનો પાર નથી સમાતો. સાથે જ રાજ્યથી શુભકામનાઓ મળી રહી છે.'

પોસ્ટ ગ્રેજ્યુએટ છે આદિતિ

પોસ્ટ ગ્રેજ્યુએટ છે આદિતિ

આદિતિ લંડનથી પોસ્ટ ગ્રેજ્યુએટ છે, જ્યારે અનુજાએ બીઆરસીએમ કોલેજ, સુરતથીબીબીએની ડિગ્રી હાંસલ કરી છે. મીડિયાથી વાતચીતમાં બંને બહેનોએ જણાવ્યું કે તેની ઈચ્છા હવે રશિયાના એલબ્રસ શિખર પર ફતેહ હાંસલ કરવાની છે.

માઉન્ટ એકોન્ટગુવાને પણ સર કરી ચૂકી છે

માઉન્ટ એકોન્ટગુવાને પણ સર કરી ચૂકી છે

માઉન્ટ એવરેસ્ટ પર ચઢતા પહેલા તેમણે ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણ અમેરિકાના 23 હજાર ફુટ ઉંચા માઉન્ટ એકોન્ટગુવા પર ચઢાઈ કરી હતી. હવે કહેવાઈ રહ્યું છે કે આ બંને બહેનો ગુજરાતથી એવરેસ્ટ પર પહોંચનાર પહેલી મહિલાઓ છે, કેમ કે આજ સુધી ગુજરાતની એકેય મહિલા એવરેસ્ટની ચોટી સુધી નહોતી પહોંચી.

સૌથી પહેલા એડમંડ હિલેરી અને તેનસિંગ શેરપાએ એવરેસ્ટ સર કર્યો

સૌથી પહેલા એડમંડ હિલેરી અને તેનસિંગ શેરપાએ એવરેસ્ટ સર કર્યો

દુનિયામાં સૌથી પહેલા 1953માં એડમંડ હિલેરીની સાથે શેરપા તેનસિંગે હિમાલયની સૌથી ઉંચી ચોટી સર કરી. તેમના બાદ 1984માં બચેન્દ્રી પાલ એવરેસ્ટ પર પહોંચનાર પહેલી ભારતીય મહિલા બની. માઉન્ટ એવરેસ્ટ 29 હજાર ફીટની ઉંચાઈ પર સ્થિત છે.

સાબાસ, કલેક્ટરે પોતાના ચેમ્બરની AC ઉખાડી બાળકોના હોસ્પિટલમાં લગાવી દીધી સાબાસ, કલેક્ટરે પોતાના ચેમ્બરની AC ઉખાડી બાળકોના હોસ્પિટલમાં લગાવી દીધી

English summary
Surat: gujarati sisters made history by climbing Mount Everest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X