સુરતમાં તલાકને લઇને મુસ્લિમ મહિલાઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

Posted By:
Subscribe to Oneindia News

સુરત: ત્રણ તલાકની પીડિતા મહિલા હાથમાં બેનર સાથે સુરત પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટર ઓફીસ પહોંચી હતી. મહિલાઓ દ્વારા સુરત જિલ્લા કલેકટર અને સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મુસ્લિમ પરિણીતાઓને ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપી દેવાની આ પ્રથાને બંધ કરવા મુસ્લિમ મહિલાઓ બેનર સાથે કલેક્ટર અને પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.

talaq

ત્રણ વખત તલાક તલાક તલાક બોલીને પરિણીતાને તલાક આપી દેવાના મામલે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. તેવા સમયે સુરતની મુસ્લિમ સમાજની મહિલાઓએ પણ આ અંગે પોતાનો વિરોધ બતાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં મુસ્લિમ મહિલાઓ ત્રણ તલાકને લઇને વિરોધ કરી રહી છે. ગુજરાતમાં પણ આ પહેલા અનેક જગ્યાએ મહિલાઓ દ્વારા આ પ્રથા બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં પણ મહિલાઓએ આ અંગે જાગૃતિ ફેલવવા અને તેનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું.

English summary
Surat: Muslim women submit their application to the collector on Talaq
Please Wait while comments are loading...