સુરતના રાંદેરમાં IPL મેચ પર સટ્ટો રમાડતા ૩ બુકીઓ ઝડપાયા

Subscribe to Oneindia News

IPLમેચ ચાલી રહી હોવાથી બુકીઓની સીઝન આવી ગઈ તેમ લાગી રહ્યું છે. સુરત PCB પોલીસે બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં IPL T૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડે છે. જેના આધારે PCB પોલીસની ટીમે રાંદેર વિસ્તારમાં રેડ કરી ત્રણ બુકીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જયારે તપાસ કરતા ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. જયારે બુકીઓ પાસેથી પોલીસે મોબાઈલ જપ્ત કરતા પોલીસ મોબાઈલને જોઇને ચોંકી ઉઠી હતી. બુકી દ્વારા મોબાઈલ પર સેન્સર લગાવવામાં આવ્યા હતા. જેનાથી સટ્ટોડીયાને સીધા મોબાઈલ આવેલા ભાવના મેસેજ મળી જાય જેથી સટ્ટોડીયાને બોલ દીઠ ભાવ મળતો રહે.

surat satta

PCB પોલીસે રાંદેર વિસ્તાર રેડ પાડી સટ્ટો રમાડતા ત્રણ બુકીઓને ઝડપી પાડ્યા છે. બુકીઓના નામ કમલેશ દોશી, સંજય શાહ અને કુંજેશ હાજી છે. જેમને ઝડપી પાડી પોલીસે તેમની પાસેથી ૧૪ મોબાઈલ ૧ લેપટોપ, ૧ ટીવી કબ્જે કર્યું છે. પોલીસે પૂછપરછ કરતા છેલ્લા એક વર્ષથી સટ્ટો રમાડતા હોવાનું કબુલ્યું હતું. બાંધેલા લોકોને ક્રેડીટ પર સટ્ટો રમાડતા હતા. આ બુકીઓએ તેમનું મુખ્ય મથક અમદાવાદ ખાતે હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ પુછપરછ માટે રિમાન્ડની તજવીજ હાથધરી છે.

English summary
Surat : Police arrested 3 people play satta during ipl match. Read more on it.
Please Wait while comments are loading...