સુરતમાં ચાલતી હતી નકલી દારૂની ફેક્ટરી, પોલીસે મારી રેડ
સુરતમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને નકલી દારૂ બનાવતી ફેક્ટરીને પકડી પાડી છે. સુરતના પાંડેસર વિસ્તારમાં આ બનાવટી અંગ્રેજી દારૂની ફેક્ટરી થોડા લાંબા સમયથી ચાલી રહી હતી. આ નકલી દારૂની બોટલને તે રીતે પેક કરવામાં આવતો હતો જેથી તે ઇંગ્લીશ દારૂની જેમ લાગતો હતો. જો કે પોલીસે મહાવીર ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવી ફેક્ટરી ચાલી રહી હોવાની જાણ થતા તેણે દરોડો પાડી મોટી સંખ્યામાં ખાલી બોટલો અને દારૂ બનાવવાના વિવિધ કેમિકલ પકડી પાડ્યા હતા.
સાથે જ એક ટેમ્પો સમેત લગભગ 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે હાલ તો દારૂની હેરાફેરી કરી રહેલા આ લોકોની અટક કરીને પોલીસે આ કેસમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે વધુ તપાસ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે ગુજરાત જેવા રાજ્ય કે જ્યાં દારૂબંધી હોય ત્યાં આવી નકલી દારૂની ફેક્ટરી મળી આવી બતાવે છે કે કેવી રીતે ગુજરાતમાં આડકતરી રીતે દારૂનો આ વેપાર ફળીફૂલી રહ્યો છે.