સુરતમાં યુવતીઓની છેડતી કરનાર યુવકની જાહેરમાં થઇ સરભરા

Subscribe to Oneindia News

જાહેર રસ્તા પર જતી આવતી જતી યુવતીઓ તથા મહિલાઓને અશ્લીલ ઇશારા કરીને છેડતી કરનાર યુવકની જાહેરમાં જ લોકોએ ટપલીદાવ દ્વારા સરભરા કરી હતી. અને તે યુવકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટી મોહનદીપ નજીકમાં જ લોકોએ આ રોમિયોને પકડી પાડ્યો હતો. આ યુવક મહિલાઓ તથા યુવતીઓની છેડતી કરતો હતો અને સોસાયટી પાસે જ અડ્ડે જમાવીને બેસતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આથી રોષે ભરાયેલા સોસાયટી તેમજ આસપાસન લોકોએ આ યુવકની જાહેરમાં ધુલાઇ કરી હતી.

Surat

સ્થાનિક યુવકોના જણાવ્યા અનુસાર યુવતીઓ તથા મહિલાઓની ફરિયાદને આધારે છેલ્લા કેટલાક દિવસથી આ યુવક માટે વોચ ગોઠવવામાં આવી હતી. અને જ્યારે તે યુવક સોસાયટી નજીક આવ્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ તેને બરાબરનો માર માર્યો હતો. તે પહેલા સીસીટીવીમાં તેનો ચહેરો ઓળખી લેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી આ યુવકનો ત્રાસ વેઠતી મહિલાઓ તો હાથમાં લાકડીઓ સાથે યુવકને મારવા આવી ચઢી હતી. જાહેરમાં બરાબર સરભરા થયા બાદ યુવકે કાકલૂદી કરીને ફરીથી આમ નહીં કરે તેમ કહ્યું હતું. ત્યાર બાદ લોકએ તેને ઉમરા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

English summary
Surat : public beat one man after various women complain about eve teasing

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.