શિલ્પા શેટ્ટીએ બે હાથ જોડી વાલ્મીકિ સમાજની માફી માંગી

Written By:
Subscribe to Oneindia News

સોમવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટી એક વેલનેસ સેન્ટરના ઉદ્ઘાટન માટે સુરત પહોંચી હતી. અહીં ફરી એકવાર મીડિયા દ્વારા તેણે વાલ્મીકિ સમાજ અંગે કરેલ ટિપ્પણી પર પ્રશ્ન થતાં તેણે બંને હાથ જોડી માફી માંગી હતી. જાહેરમાં વાલ્મીકિ સમાજ માટે અપશબ્દોના પ્રયોગ બદલ અભિનેતા સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. કાર્યક્રમમાં મીડિયા દ્વારા શિલ્પાને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, હું કોઇની લાગણી દુભાવવા નહોતી માંગતી. હું અગાઉ પણ ઘણીવાર માફી માંગી ચૂકી છું અને છતાં આજે ફરી એકવાર બે હાથ જોડીને માફી માંગુ છું. આ વિવાદ જલ્દી પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું.

Shilpa

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 દિવસથી વાલ્મીકિ સમાજના લોકોમાં આ બાબતે વિરોધ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના સહારનપુર અને ગુજરાતના ભરૂચમાં સલમાન ખાન વિરુદ્ધ રેલી કાઢીતેનું પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું. તેમની માંગણી છે કે, સલમાન જાહેરમાં માફી માંગે. તો બીજી બાજુ શિલ્પા શેટ્ટી આ મામલે રવિવારે જ ટ્વીટ કરીને માફી માંગી ચૂકી છે. તેણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, મારા ઇન્ટરવ્યુના કેટલાક શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. કોઇના લાગણી દુભાવવાના આશયથી એ શબ્દો બોલવામાં નહોતા આવ્યા. આમ છતાં, જો કોઇની લાગણી દુભાઇ હોય તો એ બદલ હું માફી માંગુ છું. વિવિધ જાતિ-જ્ઞાતિના લોકો ધરાવતા દેશના નાગરિક હોવું એ મારા માટે ગર્વની વાત છે.

English summary
Surat: Shilpa Shetty apologize to Valmiki community with folded hands.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.