ગળતેશ્વરમાં ડૂબી જતા કાકા- ભત્રીજાના મોત

Subscribe to Oneindia News

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગળતેશ્વર ગામ પાસે નદીમાં ડૂબી જવાથી કાકા - ભત્રીજાના મોત થયા છે. ગળતેશ્વર ખાતે પરિવાર સાથે ફરવા આવેલા કાકા- ભત્રીજાના ડૂબી જવાથી પરિવાર શોકમય બન્યો હતો. પાણીમાં નાહવા પડેલા કાકાને ડૂબતા જોતા ભત્રીજા કાકાને બચાવવા જતા બંન્ના ડૂબી ગયા હતા. જેના કારણે તેમનું મોત થતા પરિવારમાં શોક લાગણી છવાઈ ગઈ છે. સુરત ફાયરની ટીમે બે કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

crime

નોંધનીય છે કે ગરમીના સમયે અવાર નવાર લોકો દ્વારા આ રીતે નદીમાં નાહવા માટે ઝંપલાવવામાં આવે છે. પણ અનેક વાર નદીના વહેણ આગળ તે તણાઇને મોતને ભેટે છે. ત્યારે આવા સમયે લોકોને અને તંત્રને અવાર નવાર બનતા આ કિસ્સાઓ માટે સજાગ થવાની જરૂર છે. જેથી કરીને આવા કિસ્સાઓ ઓછા બને.

English summary
Surat two people died after drowning in the river.read her more.
Please Wait while comments are loading...