જ્યારે સામાન્ય ઝગડાની બાબતમાં થયું 4 રાઉન્ડનું ફાયરિંગ

Written By:
Subscribe to Oneindia News

સુરેન્દ્રનગરના ઝાાલાવાડમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ફાયરીંગ, જીવલેણ હુમલા, હત્યાની ઘટનાઓ સામે આવી રહા છે. વઢવાણમાં જૂની અદાવતમાં થયેલી તકરારનું વેર વાળવા માટે સાંજના સમયે યુવાનને આંતરીને ચાર રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના બનતા ચકચાર ફેલાઇ ગઇ હતી. ત્યારે આ બનાવના આરોપીને પકડવા માટે વઢવાણ કસ્બા શેરીમાં પોલીસ દોડી ગઇ હતી. જ્યાં લોકો તલવાર અને લાકડીઓ લઇને પોલીસની સામે આવી જતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી. આથી ટોળાને વિખેરવા માટે પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતાં.

firing

સામાન્ય ઝઘડા બાબતે ફાયરિંગઃ

ચકચારી બનાવ અંગે મળતી વિગતો મુજબ વઢવાણ 80 ફૂટ રોડ પર બે દિવસ પહેલા પોલીસ કર્મચારી અને સૂડવેલ સોસાયટીમાં રહેતા કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં પોલીસ કર્મચારીને ઇજા થઇ હતી. આ ઝઘડામાં ખાર રાખીને ગઇકાલે સાંજના સમય વઢવાણ કસબા શેરીમાં રહેતો યુવક ઇરશાદ અહેમદ સોલંકી યુવક આજે પોતાના કૌટુંબિકમાં મરણ થતા મુસ્લિમ સમાજની ઝીયારત માટે સુરેન્દ્રનગર સગા સ્નહીજનોને આમંત્રણ આપવા જતો હતો.

તે વઢવાણ 8૦ ફૂટ રોડ પર વડવાળા હોટલ પાસેથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન અંદાજે ત્રણ કારમાં બુટલેગર મુન્નો જત મલેક અને તેના સાગરીતોએ આવી યુવક પર લાકડી અને ધોકા વડે હુમલો અને અંદાજે ચાર રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમજ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

crime

તોફાને ચડેલા ટોળને વિખેરવા પોલિસ ટીયરગેસના સેલ છોડ્યા

વઢવાણ 8૦ ફૂટ રોડ ઉપર બુટલેગરના સમર્થકોએ ફિલ્મી ઢબે બે જુદી-જુદી કારમાં ધસી આવી અંધાધુંધ ફાયરિંગ કરી એક વ્યક્તિને ઈજાઓ પહોંચાડી હતી. દરમિયાન વઢવાણ કશ્બાશેરીમાં ડીએસપી દીપકકુમાર મેઘાણીએ જાતે રહીને કોમ્બીંગ હાથ ધર્યુ હતુ. જેમાં લોકો હથિયારો સાથે પોલીસને સામે આવી ગયા હતા. પેલીસે રોષે ભરાયેલ ટોળુ તોફાન કરે તે પહેલાં જ તેમને ખદેડી મુકવા પ્રયાસ કર્યો હતો. જેમાં કાકરીચાળાનું છમકલુ થતાં પોલીસે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ ટીયર ગેસના સેલ છોડી એકઠા થયેલ ટોળાને વિખેરી નાંખ્યુ હતુ. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વઢવાણ કસબા શેરી સહીત ખાંડીપોળ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

English summary
Surendranagar:Four round firing in wadhwan: Read here more
Please Wait while comments are loading...