For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળને લઈને સસ્પેન્સ, 2 વાગ્યા બાદ શપથવિધિ યોજાશે!

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ હવે તેમના નવા મંત્રીમંડળને લઈને સસ્પેન્સ યથાવત છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ હવે તેમના નવા મંત્રીમંડળને લઈને સસ્પેન્સ યથાવત છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એક તરફ જુના જોગીઓના પત્તા કપાવાની વાત છે તો બીજી તરફ નવા મંત્રી તરીકે કોને જવાબદારી મળે છે તે પણ જોવા જેવી બાબત છે. આ ઉપરાંત નવા નામ આવતા જુના જોગીઓ નારાજ થવાની પણ સંભાવના છે. ત્યારે હાલ તો સસ્પેન્સ ચથાવત છે.

Bhupendra Patel

સુત્રોનું માનીએ તો આજે બપોરે 2 વાગ્યા બાદ નવા મંત્રીઓ શપથ લઈ શકે છે. આ શપથ વિધિ રાજભવનમાં યોજાશે. બીજી તરફ સૌથી મહત્વની વાત એ છે કે, રાજભવનના સુત્રો પણ કહીં રહ્યા છે કે તેમને પણ આ કાર્યક્રમને લઈને કોઈ વધારે જાણકારી નથી. બીજી તરફ ભાજપના સુત્રો કહી રહ્યા છે કે લગભલ આજે સાંજ સુધીમાં નવા મંત્રી મંડળની રચના થઈ જશે. આ માટે તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા પણ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે ભુપેન્દ્ર પટેલના રાજીનામાં બાદથી જ નવી કેબિનેટને લઈને સતત અટકળો ચાલી રહી છે. આ નવી કેબિનેટ માટે ગઈકાલે મોડી રાત સુધી ભાજપ કાર્યાલય કમલમમાં બેઠકો ચાલી રહી હતી. જે પ્રમાણે વાતો ચાલી રહી છે તેના પર નજર કરીએ તો, મોટાભાગનાં સિનિયરો નેતાઓને કેબિનેટમાંથી પડતા મુકવાની પુરી સંભાવના છે. નવા મંત્રી મંડળ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષની આગેવાનીમાં બેઠકો ચાલી રહી છે. આ બેઠકમાં સીઆર પાટીલ પણ સાથે હતા. હાલ તો અટકળો છે કે રાજ્યમાં 20 થી વધારે મંત્રીઓ શપથ લઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે આગળ ભાજપ કેવી રીતે ચૌકાવે છે.

English summary
Suspense over Bhupendra Patel's new cabinet, swearing in ceremony will be held after 2 pm!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X