For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હળવદ તાલુકામાં એક પછી એક ગામોમાં ચોરીની ઘટનાઓ, હવે શંકાસ્પદ ડ્રોન ઉડતા દેખાયા!

હળવદ તાલુકામાં ચોર પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી હોય તેમ લાગી રહ્યું છે. એક મહિનાથી વધુ સમયથી હળવદ અને વિવિધ ગામડાઓમાં સતત ચોરી થઈ રહી હોવાની ફરિયાદો મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

હળવદ : હળવદ તાલુકામાં ચોર પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી હોય તેમ લાગી રહ્યું છે. એક મહિનાથી વધુ સમયથી હળવદ અને વિવિધ ગામડાઓમાં સતત ચોરી થઈ રહી હોવાની ફરિયાદો મળી રહી છે. આટલી ફરીયાદો છત્તા પણ હળવદ અને મોરબી જિલ્લા પોલીસ અંધારામાં તીર મારી રહી હોય તેવી પરિસ્થિતી છે. હવે સ્થાનિકો પોલીસ પર ભરોશો છોડીને પોતે પેટ્રોલિંગ કરી રહ્યાં છે.

એક મહિનાથી સતત ચોરીઓ થઈ રહી છે

એક મહિનાથી સતત ચોરીઓ થઈ રહી છે

હળવદ તાલુકાના વિવિધ ગામડાઓમાં સતત ચોરીની ઘટનાઓ ઘટી રહી છે. દેવીપુર, ચરાડવા, માલણિયાદ અને કવાડિયા સહિતના ગામોમાં તસ્કરો હાથ સાફ કરી ચુક્યા છે. આટલી ચોરીઓ છત્તા હળવદ તાલુકા પોલીસ અને જિલ્લા પોલીસ તંત્રના હાથ ખાલી છે ત્યારે હવે જનતામાં આક્રોશ વધી રહ્યો છે.

ચોર ટોળકી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યી છે

ચોર ટોળકી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યી છે

આજે હળવદ તાલુકાના વિવિધ ગામડાઓમાં પરિસ્થિતીએ છે કે ચોર પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે. મોટાભાગના ગામડાઓમાં ગ્રામજનો જાગતા રહે છે તેમ છત્તા પણ ચોર હાથ સાફ કરવામાં સફળ થઈ રહ્યા છે. પરિસ્થિતી જોતા એવુ લાગી રહ્યું છે કે ચોર પોલીસને કહી રહ્યાં છે કે જે થાય તે કરી લો, ચોરી તો કરવાના જ.

આકાશમાં શંકાસ્પદ ડ્રોન દેખાયા

આકાશમાં શંકાસ્પદ ડ્રોન દેખાયા

આ ચોર ટોળકી આધુનિક સાધનોથી સજ્જ હોવાનું માનવામાં આવે છે. પહેલા બેભાન કરવાના સ્પ્રેના પણ સમાચાર સામે આવ્યા હતા. હવે હળવદ તાલુકાના ચરાડવા, ધનાળા, ઈશનપુર, રાણેકપર, માલણીયાદ, વેગડવાવ, મયુરનગર સહિત 10 જેટલા ગામોમાં શંકાસ્પદ ડ્રોન ઉડતા દેખાયા છે. આજે તાલુકાના ગામડાઓમાં અજંપાભરી સ્થિતી છે. સ્થાનિકોએ ઉંઘ હરામ કરીને સતત ગામમાં આંટાફેરા કરવા પડે છે.

ઘરમાંથી કંઈ ન મળતા ચોટલો યુવતીનો ચોટલો કાપ્યો

ઘરમાંથી કંઈ ન મળતા ચોટલો યુવતીનો ચોટલો કાપ્યો

હળવદ તાલુકાના જ માલણિયાદ ગામમાં એક વિચિત્ર ઘટના પણ સામે આવી છે. કેટલાક દિવસ પહેલા ચોર ટોળકીએ ચોરી માટે માલણિયાદમાં એક મકાનમાં ધામા નાંખ્યા હતા પરંતું કઈ હાથ ન લાગતા ઘરમાં સુતેલી યુવતીનો ચોટલો કાપીને ચોરટાઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે ગામમાંથી ફરી એક વખત ચોરી થઈ હતી.

ગામલોકો ટોળકી બનાવીને પેટ્રોલિંગ કરી રહ્યા છે

ગામલોકો ટોળકી બનાવીને પેટ્રોલિંગ કરી રહ્યા છે

હવે ગામના લોકોને પોલીસ પર ભરોશો ન હોય તે ખુક ટોળકી બનાવીને પેટ્રોલિંગ કરી રહ્યા છે. સ્થાનિકો સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે, ગામમાં હવે લોકો સતત જાગતા રહે છે. 20-20 લોકોની ટુકડી બનાવાઈ છે અને રોજ એક ટુકડી પેટ્રોલિંગ કરતી રહે છે.

આ પહેલા પીઆઈ માથુકીયાની બદલી કરાઈ હતી

આ પહેલા પીઆઈ માથુકીયાની બદલી કરાઈ હતી

હળવદ તાલુકામાં વધતી જતી ઘટનાઓ બાદ પીઆઈ માથુકીયાને હટાવી તેની જગ્યાએ નવા પીઆઈ તરીકે એમ વી પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે તેમ છત્તા પણ હજુ સુધી કોઈ ચોર પકડાયો નથી.

મહિલાના પર્સ અને મોબાઈલની ચીલ ઝડપ

મહિલાના પર્સ અને મોબાઈલની ચીલ ઝડપ

સામાન્ય રીતે શાંત ગણાતા હળવદમાં હવે ચીલઝડપની ઘટના પણ નોંધાઈ ચુકી છે. હળવદમાંથી એક રાહદારી મહિલાના મોબાઈલ ફોન અને પર્સની ચોરી કરીને બાઈક સવાર ફરાર થઈ ગયા હતા. આ મામલે પણ પોલીસને હજુ કંઈ હાથ લાગ્યુ નથી.

પોલીસે ગામડાઓના સરપંચો સાથે બેઠક કરી

પોલીસે ગામડાઓના સરપંચો સાથે બેઠક કરી

તાલુકામાં વધી રહેલી ઘટનાઓને પગલે પોલીસે વિવિધ ગામડાઓના સરપંચો સાથે બેઠક યોજી હતી અને સ્થાનિક લેવલે એલર્ટ રહેવા અને પોલીસને સાથ આપવા માટે કહ્યું હતું.

હવે ચોર ક્યારે પકડાશે?

હવે ચોર ક્યારે પકડાશે?

હાલ હળવદ તાલુકામાં પરિસ્થિતિ એ છે કે દિવસે મજુરી કરીને થાકેલા લોકોએ રાતે પણ જાગીને પોતાના માલ મત્તાની સારસંભાળ રાખવી પડે છે. ત્યારે હવે પોલીસ આ મામલે ક્યાંરે એક્શનમાં આવે છે તે જોવુ રહેશે.

English summary
Suspicious drones were seen flying in various villages of Halvad taluka!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X