ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો આતંક: 23ના મોત, 82 સારવાર હેઠળ

દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પણ સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યા છે. જ્યારે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ કારણે 23 લોકોના મોત નિપજ્યાં છે અને 82 લોકો સારવાર લઇ રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી અને ગુજરાત સરકારના નિતિન પટેલે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે આ વાતાવરણમાં સ્વાઇન ફ્લૂના પ્રકોપના કારણે 23 લોકોના મોત નિપજ્યાં છે અને વિભિન્ન હોસ્પિટલમાં 82 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
નિતિન પટેલે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી ઠંડી પડવાના કારણે સ્વાઇન ફ્લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેમને કહ્યું હતું કે સ્વાઇન ફ્લૂનું પરિક્ષણ કરવા માટેની કિટનો ભાવ 5,000 રૂપિયા છે. જે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં મફતમાં આપવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
