મિત્રોએ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા કિશોરીનો આપઘાત

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

આજકાલ કિશોર અને કિશોરીઓ જે રીતે છૂટછાટના વાતાવરણમાં મળતા હોય છે તે બાબત ક્યારેક જીવલેણ પણ બની રહે છે, તેનું ઉદાહરણ અમદાવાદ નજીકના બાવળામાં જોવા મળ્યું હતું. બાવળામાં રહેતી ધો. 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય કિશોરી પન્ના(નામ બદલ્યું છે) સાથે ટ્યુશનમાં આવતા ત્રણ સગીર છોકરાઓ તેને છેલ્લા થોડા દિવસથી હેરાન કરતા હતા. થોડા દિવસ પહેલા ત્રણમાંથી એક છોકરાએ પન્નાને ખોટું બોલીને બાવળા જી.ઈ.બી. પાસે મળવા બોલાવી હતી, જ્યાં અન્ય બે કિશોરોએ તે બંન્નેના ફોટા પાડી લીધા હતાં. ત્યાર બાદ આ ફોટા તે કિશોરીને મોકલ્યા હતા. કિશોરી ત્રણેય કિશોરોની લપમાંથી પીછો છોડાવવા ઘરમાંથી કીધા વિના જ મળવા માટે ગઈ હતી અને કિશોરોએ ફોટા પાડી લેતા તે ડરી ગઈ હતી.

bavla suicide

આ કિશોરો ફોટાના મુદ્દે પન્નાને બ્લેકમેલ કરતા હતા અને મિત્રતા કરવા બળજબરી કરતા હતા. આ મુદ્દે કિશોરીનો ઝગડો થયો હતો. કિશોરીએ માતાને સમગ્ર ઘટનાથી અવગત કરી હતી. આથી કિશોરીના માતાએ ત્રણેય છોકરાઓનો ઉધડો લીધો હતો અને તેમ છતાં આ કિશોરો પન્નાને ફોટા વાઇરલ કરવાની ધમકી આપતા હતા. આ દરમિયાન કિશોરીએ ગુરૂવારે આત્મહત્યા કરી લીધી હતી. કિશોરીએ તેની મમ્મીને ઉલ્લેખીને સૂસાઇડ નોટ પણ લખી હતી, જે તેના રૂમમાંથી મળી આવી છે. ઘટનામાં બાવળા પોલીસે ત્રણે સગીરો સામે ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણે સગીરોની ઇન્ડિયન પિનલ કોડ 305, 504 અને 114 અંતર્ગત ધરપકડ કરી હતી. આરોપીઓ સગીર હોવાથી તેમને જુવેનાઇલ હોમમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

English summary
Teenage girl committed suicide in Bavla.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.