For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર, 1 અને 5 ડિસેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે જાહેર થશે પરિણામો

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે 12 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખ જાહેર કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે, 2022ના રોજ યોજવામાં આવશે. આ ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બર, 2022ના રોજ જાહેર કરવામાં આવશે.

gujarat election

પ્રેસ કૉન્ફરન્સની શરુઆતમાં ચૂંટણી પંચે મોરબી પુલ દૂર્ઘટના અંગે દુઃખ અને શોક વ્યક્ત કર્યો. ત્યારબાદ તેમણે જણાવ્યુ કે 18 ફેબ્રુઆરી, 2023ના રોજ વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. 100 દિવસ બાકી છે. ગુજરાતમાં 4.9 કરોડ મતદારોની સંખ્યા છે. જેમાં 3.24 લાખ નવા મતદારો ઉમેરાયા છે. રાજ્યમાં 51 હજાર 728 મતદાન કેન્દ્રો છે. 50 ટકા મતદાન કેન્દ્રો પર વેબ કાસ્ટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં 1274 વિશેષ મહિલા મતદાન કેન્દ્રો છે. કુલ 51782 મતદાન મથકોમાંથી તમામ મતદાન કેન્દ્રો ગ્રાઉન્ડ ફ્લોર પર છે. ગીરના

દિવ્યાંગો માટે 182 વિશેષ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં 4.4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો છે. 142 મોડલ મતદાન મથકો છે. વરિષ્ઠ નાગરિકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વડીલો માટે ઘરેથી મતદાન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાર કેન્દ્રો પર સરેરાશ 948 મતદારો આવશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ વર્ષ 2017ની તુલનામાં આ વખતે ટ્રાન્સજેન્ડરની સંખ્યા બમણી છે. સિદ્દી સમાજ માટે ખાસ ત્રણ મતદાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. c-VIGIL મોબાઈલ એપ્લીકેશન પર ફરિયાદ કરી શકાશે. ફરિયાદ બાદ 100 મિનિટમાં કાર્યવાહી થશે. સરહદો પર ચકાસણી વધુ કડક કરવામાં આવશે. દારુની હેરફેર પર ખાસ નજર રાખવામાં આવશે.

ગુજરાત ચૂંટણીને લઈને સંવદેનશીલ વિસ્તારોમાં પેરા મિલિટરી ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ. રાજકોટના ભક્તિનગર, થોરાળા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી. વડોદરામાં ચૂંટણીની જાહેરાત પહેલા જ વહીવટી તંત્રએ ચૂંટણીલક્ષી કામગીરીને આખરી ઓપ દીધો. વડોદરા કલેક્ટર કચેરીથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને મતદાન માટે જાગૃત કરશે.

તમને જણાવી દઈએ કે 10 ઓક્ટોબર, 2022ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદારયાદી મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. મતદારોમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતાં 77 બેઠક જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠક હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા. કોંગ્રેસ આ વખતે ભાજપને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ પરિવર્તન લાવવાના તમામ વચનો સાથે ભરપૂર પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે.

English summary
The Election Commission has announced Gujarat Assembly Election 2022 dates, It will be on 1 and 5th December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X