For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારૂબંધીવાળા ગુજરાતમાં કોરોના કાળમાં દારૂની પરમિટ માટે પડાપડી!!

કોરોના મહામારીના સમયમાં દારૂની પરમિટની માંગનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થયો.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતની દારૂબંધી જાણે કે દારૂમુક્તિ તરફ જઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે. જો કે દારૂબંધી હોવા છતાં રાજ્યભરમાં રોજ ક્યાંકને ક્યાંક દારૂનો જથ્થો પકડાવો, દારૂની મહેફિલો પર રેડ પાડવા જેવી ઘટનાઓ તો બનતી જ હોય છે. પડદા પાછળની આ બધી ઘટનાઓ છતાં સબ સલામતના દાવા થતા રહે છે પરંતુ હવે લોકો ખુલ્લેઆમ દારૂ પીવાની પરમિશન માંગી રહ્યા છે અને આવા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. કોરોના મહામારીના સમયમાં દારૂની પરમિટની માંગનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થયો.

liquor

છેલ્લા ચાર વર્ષના આંકડાઓ જોઈએ તો દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળ્યો છે અને કોરોના કાળમાં પરમિટ આપવાની કામગીરી બંધ હતી તો પણ આ સંખ્યામાં મોટો વધારો થયો. જૂન મહિનામાં 723 લોકોએ નવી અને 1 હજારથી પરમિટ રિન્યુ કરાવી. વર્ષ 2018થી પરમિટ માંગનારાની સંખ્યા વધી રહી છે. 2018માં 3108 નવી પરમિટ આપવામાં આવી અને 5701 પરમિટ રિન્યુ કરવામાં આવી. જ્યારે વર્ષ 2019ની વાત કરીએ તો 580 નવી પરમિટ આપવામાં આવી અને 2285 પરમિટ રિન્યુ કરવામાં આવી.. વર્ષ 2020માં 1600 પરમિટ નવી આપવામાં આવી અને 1663 પરમિટ રિન્યુ કરવામાં આવી. જ્યારે વર્ષ 2021માં અત્યાર સુધીમાં 723 નવી પરમિટ આપવામાં આવી અને 1003 પરમિટ રિન્યુ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે સરકારના નિયમ મુજબ નશાબંધી વિભાગ દ્વારા ડૉક્ટરના અભિપ્રાયના આધારે જરૂરિયાતમંદ કથિત દર્દીઓને દારૂ માટે હેલ્થ પરમિટ આપવામાં આવે છે. આવા દર્દીઓની નોંધણી નશાબંધી વિભાગમાં કરવામાં આવે છે. પરવાનગી ધરાવતા આવા લોકો નિયત કરેલા સરકાર માન્ય લીકર શોપ પરથી દારૂ મેળવતા હોય છે. આરોગ્યના આવા કારણની આડશમાં જ રાજ્યમાં દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યા પણ વધી રહી છે.

English summary
The number of liquor permit seekers has increased in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X