સુરતમાં બે બાળાઓની છેડતી કરનાર શખ્શની પોલિસે કરી અટકાયત
સુરતના વરિયાવી બજારમાં બે બાળાની છેડતીની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.
સુરતના વરિયાવી બજારમાં બે બાળાની છેડતીની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. પોલિસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વરિયાવી બજાર ખજૂરાવાડી ખાતે જૂની દરગાહ આવેલી છે. મૂળ સંગ્રામપુરા તલાવડી ખાતે રહેતા રહેમાન ટપાલ બેન્ડવાળા સામે રહેતો મોહંમદ નિશાત ગુલામ મોહંમદ શેખ હાલ આ દરગાહમાં રહે છે. અહીં તે સાફ સફાઈ સહિતનુ મજૂરી કામ કરે છે.

દરગાહની બહાર સ્થાનિક વિસ્તારની બે બાળકીઓ રમી રહી હતી. મોહંમદ નિશાતની આ બે પડોશી બાળાઓ પર નજર પડી અને તેની દાનત બગડી. તે પાંચ અને છ વર્ષની આ બાળાઓને ચોકલેટ અને બિસ્કિટ અપાવવાની લાલચ આપી ફોસલાવી દરગાહમાં લઈ ગયો હતો. દરગાહમાં લઈ જઈ તેણે બંને બાળાઓ સાથે શારીરિક અડપલાં કર્યા હતા ત્યારે બંને બાળા ગભરાઈને બહાર દોડી ગઈ હતી. બંને ઘરે જઈને પરિવારજનોને આ અંગે વાત કરી હતી. આ સમગ્ર મામલો લાલગેટ પોલિસમાં પહોંચતા પોલિસે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી દરગાહના નોકર મોહંમદ નિશાત શેખની ધરપકડ કરી હતી.












Click it and Unblock the Notifications
