For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા અમદાવાદ માં આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’ ખુલ્લું મુક્યું હતું. વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણીના ઉપલક્ષ્યમાં ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફો

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત 'ફોટો પ્રદર્શન' ખુલ્લું મુક્યું હતું. વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણીના ઉપલક્ષ્યમાં ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત 'ફોટો પ્રદર્શન'માં ૧૬૦ જેટલી સુંદર અને અલભ્ય તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ તસ્વીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. કેમેરાના માધ્યમથી કચકડે કંડારાયેલી અનેક તસ્વીરી યાદગાર ક્ષણોને મુખ્યમંએ બિરદાવીને તસ્વીરકારોને અભિનંદન પણ આપ્યા હતા.

Bhupendra patel
લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થપાયેલા ફોટો જર્નાલિસ્ટ એસોશીએશનના ૩૧ સભ્યો દ્વારા કોરોના કાળથી અત્યાર સુધીમાં કેમેરામાં કંડારાયેલી બેનમૂન તસ્વીરો આ ફોટો પ્રદર્શનમાં પ્રદર્શિત કરાઈ છે. પ્રાકૃતિક સૌંદર્ય, રીત-રિવાજ તથા માનવીય સંવેદના ઉપરાંત કોરોના કાળમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલી ટેસ્ટીંગથી માંડી અન્ય સુવિધાઓને ઉજાગર કરતી વિવિધ બાબતોને ફોટોકર્મીઓ દ્વારા કેમેરામાં કંડારવામાં આવી છે તે પૈકીની શ્રેષ્ઠ તસ્વીરો આ પ્રદર્શનમાં પ્રદર્શિત થઇ છે.

શ્રેષ્ઠ તસ્વીરો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા એમ અનુક્રમે અમીતભાઈ દવે, શૈલેષ સોલંકી અને ધવલ ભરવાડને તથા ૧૦ કોન્સોલેશન પ્રાઈઝ મેળવનાર તસ્વીરકારોને મુખ્યમંત્રીના હસ્તે ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન જાહેર જનતા માટે તા ૨૮ ઓગષ્ટ સુધી સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહેશે.

આ ફોટો પ્રદર્શન પ્રારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ, ભાજપાના શહેર પ્રમુખ અમીતભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

English summary
The 'Photo Exhibition' will be open till August 28 at Ravi Shankar Art Gallery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X