For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LRD ભરતી: 21 હજાર ઉમેવાદવારોના ડૉક્યુમેન્ટ્સ વેરિફાઇ કરવામાં આવશે

રાજ્યમાં યુવાનો જે સમયની રાહ જોઇ રહ્યા હતા તે આવી ગયો છે. લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ હતું કે, 20 ઓગસ્ટ સુધીમાં ભરતીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યાર બાદ ફાઇનલ પરીણામ પણ જાહેર કરી દેવ

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં યુવાનો જે સમયની રાહ જોઇ રહ્યા હતા તે આવી ગયો છે. લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ હતું કે, 20 ઓગસ્ટ સુધીમાં ભરતીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યાર બાદ ફાઇનલ પરીણામ પણ જાહેર કરી દેવામાં આવશે. આ પહેલા જે ઉમેદવારો પીએસઆઇની પણ પરીક્ષા આપી છે. જુલાઇ મહિનામાં બે ગણા ઉમેવાદો એટલે કે, 21 હજાર ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સ ચકાસવામાં આવશે. જે લોકોએ પીએસઆઇની પરીક્ષઆ આપી છે. અને તે પાસ કરે તો એલઆરડીની જગ્યા ખાલી રહી ના જાય તે પણ જોવામાં આવશે.

HASMUKH PATEL

હસમુખ પટેલ જણાવ્યુ હતુ કે, તમામ કેટેગરી વાઇઝ ઉમેદવારોના લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. જેમા એક્સ આર્મિમેન, વિધવા, રક્ષા શક્તિ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ જે ઉમેદવારોને 5 ટકા ગુણનો લાભ મળે છે તેની સાથે આ મેરિટ લીસ્ટ તૈયાર કરવામાં ાવ્યુ છે.

હસમુખ પટેલે એલઆરડી ભરતી પરીક્ષા અંગે જણાવ્યુ હતુ કે, ભરતી પરીક્ષઆની શારીરિક અને લેખિત પરીક્ષાની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જે ઉમેદાવાર મેરિટ લીસ્ટમાં સમાવેશ થયા છે તેમા ભરતીના ત્રણ ગણા લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશ માટે બોલાવામાં આવ્યા છે. એલઆરડી ભરતી પરીક્ષામાં વેઇટિંગ લિસ્ટ સિસ્ટમ નહી હોવાથી તેમજ પીએસઆઇ પરીક્ષામાં જે ઉમેવાર પાસ થયા છે. તેના લીધે થોડી પ્રક્રિયા તેની સમાતંર ચાલશે.

ભરતી બોર્ડના અધ્યક્ષે વધુમાં જણાવ્યુ હતુ કે, એસઆરપી, આર્મ અને અનઆર્મ તેમજ એલઆરડી સહિતની કેટેગરીમાં જે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવશે તે સમય તેમને જે અનુક્રમમાં પોતાની પસંદગી કરી હશે તેના આધારે જે તે કેટેગરીમાં ઉમેવદારોની પંસંદગી કરવામાં આવશે.

એલઆરડીની ભરતી પરીક્ષા દરમિયાન ચોરી કરતા ઝડપાયેલા ઉમેદવારો સામે રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવા માટે પણ જાણ કરવામાં આવી છે. આ ઉમેદવારો આવનારા ત્રણ વર્ષ સુધી રાજ્ય સરકારની કોઇ પણ પરીક્ષામાં બેસવા દેવામાં ન આવેત તેવી ભલામણ પણ કરવામાં આવશે.

એલઆરડીમાં એકથી વધારે સંવર્ગની ભરતી કરવામાં આવતી હોવાથી આ ભરતી પરીક્ષામાં વેઇટિંગ લિસ્ટ ભાહાર પાડવની જોગાવાઇ નહી હોવાનં ભરતી ભોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ હતુ.

English summary
The result of the LRD recruitment exam will be announced by August 20
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X