કચ્છના નાના રણમાં ઘુડખરની કરાશે ગણતરી, સરકારે કરી જાહેરાત
ગુજરાતના કચ્છના નાના રણમાં ધુડખર જોવા મળે છે. આ શિવાય ગુજરાતમાં ક્યાય પણ ઘુડખર ન હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઘુડખર જોવા આવે છે. રણની અંદર મોટી સંખ્યામાં ઘુડખર છે. સરકાર દ્વારા દર 5 વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. 2014માં થયેલ ગણતરી અનુસાર ઘુડખરની સંખ્યા 4451 હતી. સરકાર દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છેકે આ વખતે ઘુડખરની સંખ્યા વધીને 5 હજારની આસપાસ થઇ હતી. આગામી 12 થી 14 માર્ચ સુધી ઘુડખરની ગણતરી કરવામાં આવશે. આ દરમિયાન પ્રવાસીઓ આ અભયારણ્યની મુલાકાત લઇ શકશે નહી. વન વિભાગે આ માટેની પુરતી તૈયારીઓ કરી લીધી છે.

ગણતરી માટે 3 રીઝનલ ઓફીસર, 18 ઝોનલ ઓફીસર અને 77 સબ ઝોનલ ઓફીસર તેમજ સ્વેચ્છીક સંશ્થાઓના આગેવાનો સહીત ટોટલ 1200 લોકોની ટીમ ગણતરીમાં ફરજ બજાવશે. ઉલ્લેખનિય છેકે 362 જેટલા પોઇંટ ઉપર ગણતરી કરવામાં આવશે.
જુનાગઢમાં જંગલનો રાજા સિંહ રોડ પર ટહેલતો દેખાયો, વીડિયો વાયરલ