For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગના પ્રશ્નોના નિરાકરણ માટે એપ્લીકેશન લોંચ કરી!

રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા "Purnesh Modi" એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જે ૨૪ x ૭ કાર્યરત રહેશે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા "Purnesh Modi" એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જે ૨૪ x ૭ કાર્યરત રહેશે. વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાને થયેલ નુકશાન અંગેની માહિતી આ એપ્લીકેશન દ્વારા મોકલી આપવા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ નાગરિકોને અનુરોધ કર્યો છે. જેના આધારે આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરાશે.

Purnesh Modi

તમારા માર્ગ અને મકાન વિભાગ સાથે સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે તમારે આ એપ્લિકેશનનો આ રીતે ઉપયોગ કરવાનો રહેશે.

  • એન્ડ્રોઇડ ફોનમાં 'Purnesh Modi' એપ્લિકેશન ડાઉનલોડ કરી તેને ઓપન કરો.
  • ત્યારબાદ ત્યાં આપેલ Add suggestion ઓપન કરવું.
  • ફોર્મ ખુલતા તેમાં નામ, નંબર, પીનકોડ, સરનામું, લેન્ડમાર્ક, તાલુકા, જિલ્લાની જેવી સંપૂર્ણ વિગત ભરો.
  • વર્ણન ઓપ્શનમાં આપની ફરિયાદને વિસ્તૃતમાં લખો.
  • વિગત સબમિટ કરો. જરૂર પડ્યે ફોટો પણ અપલોડ કરો.
  • આપની ફરિયાદ વિભાગ સુધી પહોંચી જશે.
  • આપની ફરિયાદનો ઉકેલ લાવવા રાજ્ય સરકાર દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરાશે.
English summary
The state government launched an application to solve the problems of road and building department!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X