મહિલાએ પ્રેગનન્ટ હોવાની ખોટી માહિતી આપી અને બાદમાં ચોરી કરાયેલા બાળકને લઇને પોતાના ઘરે પહોંચી
મહિલાએ પ્રેગનન્ટ હોવાની ખોટી માહિતી આપી અને બાદમાં ચોરી કરાયેલા બાળકને લઇને પોતાના ઘરે પહોંચી.
અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાંથી ગત શુક્રવારે સાંજના સમયે એક મહિલા 13 દિવસના બાળકને લઇને નાસી ગયાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.જે અંગે શાહીબાગ પોલીસે માત્ર બે દિવસમાં આ અપહરણનો ભેદ ઉકેલીને અપહરણ કરનાર મહિલા અને તેના પિતરાઇ ભાઇને પાટણના બાલીસણા ગામથી ઝડપી લીધા હતા અને બાળકને સહી સલાતમ રીતે મેળવીને તેના માતા પિતાને પરત સોંપ્યું હતું.

આ અંગેની પ્રાથમિક પુછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે 48 વર્ષની આરોપી મહિલાને બાળક ન થતા તેણે સારવાર કરાવી હતી પણ કોઇ નક્કર પરિણામ ન મળ્યું નહોતુ જો કે તેણે તેના પતિ ને ખોટું કહ્યું કે તે ગર્ભવતી છે. પછી તેણે ગમે તેમ કરીને આઠ મહિના પસાર કરી લીધા પણ બાદમાં તેણે કોઇ પણ રીતે નવજાત બાળકને મેળવવાનુ નક્કી કર્યુ અને તેણે અંબાજીના દાંતા પાસે રહેતા એક પરિવારને ટાર્ગેટ કરીને તેમના 13 દિવસના બાળકની ચોરી કરી હતી.
આ બનાવની વિગતો એવી છે કે દાંતા પાસે આવેલા એક ગામમાં રહેતા મનોજ ખાખરિયા અને તેની પત્ની સપના પ્રેગનન્ટ હતી ત્યારે ગત મહિને તે મહેસાણાના ઉંઝામાં તેમના એક સગાની ખબર પુછવા માટે હોસ્પિટલમાં ગયા હતા અને ઉંઝાથી પાલનપુર એસ ટી બસમાં પરત આવી રહ્યા હતા ત્યારે બસમાં તેમની મુલાકાત સવિતાબેન પટેલ નામની મહિલા સાથે થઇ હતી. સવિતાબેને તેમને જણાવ્યુ હતુ કે તે સામાજીક કાર્યકર છે અને ગર્ભવતી મહિલાઓને સરકાર આર્થિક મદદ કરે છે. જ્યારે બાળકનો જન્મ થયા બાદ આ પ્રોસેસ થતી હોય છે. બાદમાં તેણે પોતાનો મોબાઇલ નંબર આપીને મનોજનો મોબાઇલ નંબર પણ લીધો હતો. ત્યારબાદ તે સતત સંપર્કમાં રહેતી હતી.

આ દરમિયાન 15મી એપ્રિલના રોજ બાળકનો જન્મ થયો અને ગત 26મી એપ્રિલે સવિતા મનોજના ઘરે પહોંચી હતી અને જણાવ્યું હતું કે 27મી તારીખે અમદાવાદ સિવિલમાંથી રૂપિયા 15 હજાર લેવા જવાનું છે અને 27મી તારીખે તે મનોજ, તેની પત્ની સપના અને 13 દિવસના બાળક રવિ સાથે અમદાવાદ સિવિલ આવ્યા હતા. જ્યાં કેટલાક ફોર્મ ભરાવવાનુ નાટક કરીને મનોજને એકાઉન્ટ વિભાગ પાસે ઉભા રહેવાનુ કહીને સપના અને રવિને મેડીકલ તપાસ કરવાના બહાને અન્ય વિભાગમાં લઇ ગયા બાદ ત્યાંથી સિતફપૂર્વક રવિને લઇને ત્યાંથી નાસી ગઇ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરતા સવિતા પટેલ રવિ સાથે પાટણના બાલીસણા ગામથી ઝડપી લીધી હતી. જો કે ત્યારે સવિતાના પતિએ જણાવ્યું હતુ કે આ બાળક સવિતાનું છે અને તે ગર્ભવતી હતી. જો કે પોલીસે સમગ્ર વાત અંગે જાણ કરતા તે પણ ચોંકી ઉઠ્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
