For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સિવિધામાં 565 કરોડના ખર્ચે વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ન્યાયંતંત્રની માળખાગત સિવિધામાં વધારો કરવા માટે 565 કરોડના કામોનું ઇ ખાતમૂહૂર્ત કર્યુ હતુ. આ કાર્યક્મનું સંચાલન ,ઉદ્દભોધન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવ્યુ હતુ. તેમજ અમદાવાદ

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ન્યાયંતંત્રની માળખાગત સિવિધામાં વધારો કરવા માટે 565 કરોડના કામોનું ઇ ખાતમૂહૂર્ત કર્યુ હતુ. આ કાર્યક્મનું સંચાલન ,ઉદ્દભોધન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવ્યુ હતુ. તેમજ અમદાવાદ મેટ્રો પોલિટન અને સિવિલ કોર્ટ કર્મચારીઓના હસ્તે સ્ટાફક્વાર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

Bhupendra patel

છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. લોકોને આજે ન્યાયપાલિકા પર વિશ્વાસ વધ્યો છે. સાથોસાથ લોકોને સરકાર પર પણ વિશ્વાસ છે અને એ જ વિશ્વાસથી સરકાર કાર્યરત છે. ન્યાયતંત્રનો પણ વિકાસમાં ખૂબ મોટો હિસ્સો છે. ન્યાયાલયનો એક ચુકાદો લોકોનું જીવન બદલી દે છે. આટલી મોટી જવાબદારી વચ્ચે પણ અંતરનાદ સાંભળીને જ્યૂડિસરી સિસ્ટમ કામ કરી રહી છે. ત્યારે આપણે સહુ પણ એકબીજામાં પરમાત્માને જોઈએ તો સમગ્ર પરિસ્થિતિ બદલી જાય. એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર, કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકાઓના 41 સ્થળો પરથી મહાનુભાવો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

આ પ્રસંગે પર્યાવરણની જાળવણીની પ્રશંશા કરી મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતની ન્યાયપાલિકાઓ પણ એ દિશામાં કાર્યરત છે. દેસર તાલુકા કોર્ટ પરિસરમાં 2000 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. જે ખૂબ આનંદની વાત છે. વિકાસની સાથે પર્યાવરણની પણ જાળવણી જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિશન લાઈફનું ગ્લોબલ લોન્ચિંગ કર્યું છે. ત્યારે પર્યાવરણને અનુરૂપ કાર્યશૈલી વિકસે તે ખૂબ જ સારી વાત છે. એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિડીયોકોન્ફરન્સથી ન્યાય પાલિકાની કામગીરી કોરોનાના કપરાકાળમાં પણ યથાવત રાખી તેના પગલે આપણી ન્યાય પાલિકાનું ગૌરવ-સન્માન વધ્યુ છે. સૌ સાથે મળીને ન્યાયતંત્રની મજબૂત નિગરાનીમાં ઉત્તમ માળખાકીય સુવિધાઓ સાથે ગુજરાતની સુવિકસિત, સુરક્ષિત રાજ્ય તરીકેની છબીને વધુ ઉજ્જવળ કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ન્યાયપાલિકાના ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરે છે. સમય અને શક્તિનો બચાવ કરતો અનોખો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો છે, જે બિરદાવવા લાયક છે. ન્યાયાલયો સાથે ન્યાયતંત્રના કર્મચારીઓ માટે 62 કરોડના ખર્ચે આવાસો બનવવામાં આવ્યા છે જે ન્યાયપાલિકા ક્ષેત્રે સરકારની પ્રતિબદ્ધતા બતાવે છે.

ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, કાયદાના કર્મચારીઓને વેતનમાં વધારો અપાયો, તેમજ કૌટુંબિક વિવાદો માટે ફેમિલી ફર્સ્ટ નેજા હેઠળ 'સમજાવટનું સરનામુ' નામની ઝુંબેશ શરૂ કરીને સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો હલ કરવા 7 સભ્યોની સમિતિ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો છે. સાથોસાથ ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી એક્ટમાં સુધારો, 22,605 તકરારી - બિનતકરારી કેસોનો નિકાલ, ચેરિટી ભવનોનું લોકાર્પણ, બાર કાઉન્સિલના સભ્યોના પરિવારોના વેલ્ફેર માટે 6 કરોડની સહાય સહિતના કાર્યો એ સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.

આ પ્રસંગે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, 6 કોર્ટ સંકુલની નવી ઈમારતોનું લોકાર્પણ, 6 કોર્ટ સંકુલની બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત, તાલુકા કક્ષાની 14 નવી કોર્ટ ઇમારતોનું ખાતમુહૂર્ત, 15 સ્થાનોએ સ્ટાફ માટેના આવાસોનું ખાતમુહૂર્ત સહિત કુલ 41 સ્થાનો પર એક જ સમયે તમામ મહાનુભાવોની હાજરીમાં વર્ચ્યુલી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે ન્યાયતંત્રમાં આવેલા ડિજિટલાઈઝેશનની સાબિતી આપે છે. રાજ્ય સરકાર દ્વારા કાયદા વ્યવસ્થાને મજબૂત કરવા મજબૂત ઈન્ફરાસ્ટ્રક્ચર પૂરા પાડવા સંપૂર્ણ સહકાર પૂરો પાડવામાં આવે છે, આજનો કાર્યક્રમ તેની સાબિતી છે. જ્યુડિશિયલ કાર્ય, વહીવટી કાર્ય, અને ઈન્ફરાસ્ટ્રક્ચર અંગેની તમામ બાબતોમાં રાજ્ય સરકાર અને સુપ્રીમ કોર્ટનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. સાથોસાથ લોકોને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે ન્યાયપાલિકા સાથે સંકળાયેલા સહુની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂના કેસોનો નિકાલ કરવામાં ગુજરાત રાજ્ય દેશભરમાં મોખરાના સ્થાને છે. 40 વર્ષ જૂના 122 કેસો પણ છેલ્લા એક વર્ષમાં ઉકેલાયા છે.

આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહે જણાવ્યું હતું કે, એકસાથે 41 સ્થળો પર ઉદ્ઘાટન, ખાતમુહૂર્તનો આ પ્રસંગ ખરેખર અનોખો છે. ગુજરાતના ન્યાયતંત્ર માટે આ એક યાદગાર દિવસ છે. ગુજરાતના ન્યાયતંત્રના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે, જનતાના હિત માટે સરકારે હરહંમેશ તૈયારી દર્શાવી છે. જેના ભાગરૂપે આજે ગુજરાતની ન્યાય વ્યવસ્થા અને ન્યાય ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચરની દેશભરમાં નોંધ લેવાય છે. ગુજરાતની જિલ્લા અદાલતોના ભવનો કોઈ કોર્પોરેટ ઓફીસના બિલ્ડિંગની સમકક્ષ છે. લોકોનો આજે ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ છે, જેને યથાવત રાખવો આપણી ફરજ છે. જિલ્લા, તાલુકા કોર્ટના ભવનો સાથે જ કર્મચારીઓના આવાસોનું પણ ઉદ્દઘાટન થયું છે, જે સરકારની સુચારુ ન્યાય વ્યવસ્થા માટેની તત્પરતા દર્શાવે છે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જસ્ટિસ સોનિયા ગોકાણીએ જણાવ્યું હતું કે, દરેક વિટંબણા કોઈ આશીર્વાદ સાથે આવે છે અને નવી દિશા લાવે છે. કોવિડ સમયે વર્ચ્યુઅલ કામગીરી એ આપણી આવશ્યકતા હતી, જે સરળતા અને સુગમતા લાવનારી સાબિત થઈ છે. ઑનલાઇન કોર્ટ, મશીન લરનિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી આજે કાયદા વ્યવસ્થાનો ભાગ બન્યા છે, અને આજે એક સાથે અનેક જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન પણ ડીજીટલાઈઝેશનને આભારી છે, આ વ્યાપક વ્યવસ્થાઓના નિર્માણ બદલ તેમને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

આ વેળાએ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ વર્ચ્યુલ ઉદ્દઘાટન અવસરનો ભાગ બનીને આનંદની લાગણી અનુભવાય છે. ગુજરાત હંમેશા ન્યાયપાલિકા માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આગળ રહ્યું છે. ગુજરાત સરકાર ન્યાયતંત્રને વધુ સુગમ અને સુચારુ બનાવવા માટેની બાબતોમાં હર હંમેશ સાથ આપી રહી છે. ન્યાયતંત્રના બજેટમાં છેલ્લાં વીસ વર્ષમાં આશરે 1200 ટકાનો જંગી વધારો કરીને આ વર્ષે આપણે ૧,૭૪૦ કરોડ રૂપિયાનું માતબર બજેટ સરકારે આપ્યું છે.
------------------------------------------------------------------------------

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મ્યુઝિકલ ફાઉન્ટેન ભાવનગર ખાતે બનશે

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મ્યુઝિકલ ફાઉન્ટેનનું કર્યુ લોકાર્પણ

ભાવનગર શહેરનાં બોરતળાવ ખાતે થાપનાથ મહાદેવ મંદિર પાસે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા અનેક પ્રવાસનના સ્થળોનો વિકાસની દિશામાં આગળ વધારી રહ્યું છે. બોરતાળવ એ ભાવનગરનું એક નજરાણું છે કે જેમાં વાર તહેવારે લોકો ફરવા માટે આવતા હોય છે. સૌની યોજના થકી નર્મદા નદીનું આશરે ૨૦૦ કરોડ લીટર જેટલા પાણીનો સંગ્રહ બોરતળાવમાં કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રનો સૌથી મોટો મ્યુઝિકલ ફાઉન્ટેન (ફુવારો) બનાવવામાં આવનાર છે. જે ભાવેણાની યશકલગીમાં નવું નજરાણું બની રહેશે. આશરે ૨ કરોડના ખર્ચે આ મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. ભાવનગરનાં મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી દ્વારા ભાવેણાની જનતાને પાણીની સમસ્યા વિશે સમજી આ તળાવ ઉભું કર્યું હતું. જે ભાવનગરને મહારાજા સાહેબની એક ભેટ આપી છે.

આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરૂભાઈ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, વિસ્તારનાં કોર્પોરેટરશ્રીઓ સહિતનાં પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

English summary
There will be a drastic increase in the infrastructure of the judiciary of the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X