For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની આ 2 મહિલા 13 કલાકમાં 53 કિમી સુધી ઊંધી દોડી, રેકોર્ડ નોંધાયો

ગુજરાતમાં બારડોલીમાં રહેતી 2 મહિલાઓએ 'ઊંધી-દોડ'નો રેકોર્ડ બનાવ્યો છે. અહીં ટ્વિંકલ ઠાકર અને સ્વાતિ ઠાકરે 13 કલાકમાં 53 કિમી સુધી ઊંધી દોડી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં બારડોલીમાં રહેતી 2 મહિલાઓએ 'ઊંધી-દોડ'નો રેકોર્ડ બનાવ્યો છે. અહીં ટ્વિંકલ ઠાકર અને સ્વાતિ ઠાકરે 13 કલાકમાં 53 કિમી સુધી ઊંધી દોડી. જે બાદ તેમનું નામ 'ગિનીસ બુક ઓફ ધ રેકોર્ડ'માં નોંધાયું હતું. આ બંનેએ તેમની સફળતા પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારસરણીને પ્રેરણારૂપ ગણાવી હતી. તે કહે છે કે તે મહિલા સશક્તિકરણના મોદીજીના સંદેશાથી પ્રેરિત હતી અને તેમણે તેમની કુશળતાનું પ્રદર્શન કર્યું. આ રીતે અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળી શકે છે.

ગુજરાતમાં નણંદ-ભાભી સૌથી વધુ ઊંધું દોડી

ગુજરાતમાં નણંદ-ભાભી સૌથી વધુ ઊંધું દોડી

ટ્વિંકલ ઠાકર અને સ્વાતિ ઠાકરે મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે મંગળવારે સાંજે 5 કલાકે બારડોલીથી તેમની રેસ શરૂ કરી હતી. જે બાદ બીજા દિવસે દાંડી ખાતે નવ વાગ્યે સમાપ્ત થઇ. તે બંને એકબીજાની નણંદ-ભાભી છે. તેમણે તેની રેસનો વીડિયો સંબંધિત વિભાગને મોકલી આપ્યો છે.

ટ્વિંકલ ઠાકર અને સ્વાતિ ઠાકર શું કરે છે?

ટ્વિંકલ ઠાકર અને સ્વાતિ ઠાકર શું કરે છે?

બંનેએ 'ગ્રેટેસ્ટ ડિસ્ટન્સ કવર્ડ બાય બેકવર્ડ રનિંગ ઇન 24 આવર્સ' અંતર્ગત ઊંધી રેસ પૂર્ણ કરી. સ્વાતિ બારડોલીના કેન ટેકવાનડુ નામની સંસ્થાની સ્થાપક છે. જ્યારે, તેની ભાભી ટ્વિંકલ ઠાકર ધૂમકેતુ ડાન્સ એકેડમી સાથે સંકળાયેલી છે. તેમણે કહ્યું કે મહિલા શક્તિને ઉજાગર કરવાના ઉદ્દેશથી તેઓ વધુ કારનામા કરવા તૈયાર છે.

પરિવારના સભ્યોએ વધારી હિંમત

પરિવારના સભ્યોએ વધારી હિંમત

ટ્વિંકલ ઠાકર કહે છે કે પહેલા તો આવી દોડ માટે અમને પૂરેપૂરી ખાતરી નહોતી, પરંતુ પરિવારના સભ્યોએ અમને પ્રોત્સાહન આપ્યું. હવે અમારો ઉદ્દેશ દરેક સ્ત્રીને તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, કારણ કે દરેકમાં કેટલાક વિશેષ ગુણો હોય છે, પરંતુ તે કુશળતા દર્શાવવા માટે આપણને કોઈના સપોર્ટની ઘણી જરૂરત હોઈ છે. '

આ પણ વાંચો: 21 વર્ષની આ છોકરી દર વર્ષે કમાય છે 35 લાખ રૂપિયા, 12માં વર્ષે પાસ કર્યુ 12મુ બોર્ડ

English summary
These 2 women from Gujarat rans backward up to 53 km in 13 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X