For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારના 'વિકાસ પોસ્ટર' પર તિરુવનંતપુરમના મેયરની તસવીર!

રાજ્ય સરકારના પોસ્ટરમાં કેરળ રાજ્યના તિરુવનંતપુરમના મેયરની તસવીરને જગ્યા મળી, જે હાલ ખુબ વાયરલ થઇ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ પંચાયત સભ્યોની ટ્રેનિંગ થકી ગામનો વિકાસ થયો હોવાનો ગુજરાત સરકાર દાવો કરી રહી છે, પંચાયતોના સશક્તિકરણનો દાવો કરતી રાજ્ય સરકારની એવી તો કેવી મજબૂરી હતી કે કેરળના તિરુવનંતપુર શહેરના મેયરની તસવીર પોસ્ટર પર લગાવવી પડી. જી હાં, આ તસવીરમાં જોવા મળી રહેલાં મહિલા તિરુવનંતપુરમના મેયર ડૉ. આર્યા રાજેન્દ્રન છે.

arya rajendran

આ તસવીરમાં આર્યા રાજેન્દ્રનની બાજુમાં કલેક્ટર ડૉ ખોસ પણ જોવા મળી રહ્યાં છે. પોસ્ટરની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીરો છે. આ સાથે જ ભૂપેન્દ્ર પટેલની નીચે મહિલા મેયર આર્યા રાજેન્દ્રનની તસવીર છે, આ તસવીર તેમણે તિરુવનંતપુરમના મેયર તરીકે પદભાર સંભાળ્યો ત્યારે પાડવામાં આવી હતી.

કોણ છે આર્યા રાજેન્દ્રન?

ઉલ્લેખનીય છે કે આર્ય રાજેન્દ્રન ભારતની સૌથી નાની ઉંમરની મેયર છે. 21 વર્ષે મેયર બનેલ આર્ય રાજેન્દ્રને કેરળના સૌથી યુવા ધારાસભ્ય સચિન દેવ સાથે લગ્ન કર્યાં. આર્યા અને સચિન બંને સીપીએમ પાર્ટીના સ્ટૂડેંટ વિંગ 'બાલાસંઘમ'માં સાથે કામ કરતાં હતાં, તે દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યાં હતાં. આર્યા રાજેન્દ્રન કોમર્સના વિદ્યાર્થિની હતાં.

English summary
Thiruvananthapuram mayor arya rajendran's photo on Gujarat government's 'development poster'!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X