For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માસ્ક ન પહેરવા બદલ ગુજરાતના આ મંત્રીને થયો દંડ

બુધવારે ગુજરાતમાં એક મંત્રીને 200 રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.

|
Google Oneindia Gujarati News

કેબિનેટની બેઠક પહેલા ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયના પરિસરમાં પ્રવેશ કરતી વખતે માસ્ક ન પહેરવા બદલ બુધવારે ગુજરાતમાં એક મંત્રીને 200 રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. રાજ્યમાં કોરોના વાયરસ ના ફેલાય તે માટે સરકારે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવુ ફરજિયાત બનાવી દીધુ છે. કોરોના વાયરસે અત્યાર સુધી ગુજરાતમાં 1534 લોકોનો ભોગ લીધો છે.

mask

સ્થાનિક ન્યૂઝ ચેનલોના જણાવ્યા અનુસાર રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુખ્યમંત્રી કાર્યાલય પરિસરમાં માસ્ક પહેર્યા વિના પ્રવેશ કર્યો હતો. જ્યારે કેબિનેટની બેઠક માટે પહોંચેલા બીજા તમામ મંત્રીઓ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈશ્વરસિંહ પટેલ સહકાર પૉર્ટફોલિયો સાથે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો સ્વતંત્ર હવાલો સંભાળે છે.

માહિતી મુજબ વિરામનો સંકેત આવ્યા બાદ ઈશ્વરસિંહ પટેલ પાસેથી ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમના પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કેબિનેટની બેઠક બાદ તેમણે દંડ ભર્યો હતો અને પત્રકારોને રસીદ પણ બતાવી હતી. તેમણે સ્વીકાર્યુ કે આ તેમનાથી અજાણતા થયુ છે. ઈશ્વરસિંહ પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, 'માસ્ક ન પહેરવા બદલ મે 200 રૂપિયાનો દંડ ચૂકવ્યો છે. હું હંમેશા માસ્ક પહેરુ છુ. જ્યારે હું મારી કારમાંથી બહાર નીકળ્યો ત્યારે હું તે પહેરવાનુ ભૂલી ગયો. પછીથી મને મારી ભૂલ સમજાઈ.

Solar Eclipse 2020: 21 જૂનનુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આ 4 રાશિઓની કિસ્મત ખોલી દેશેSolar Eclipse 2020: 21 જૂનનુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આ 4 રાશિઓની કિસ્મત ખોલી દેશે

English summary
This Gujarat minister was fined for not wearing a mask
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X