For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વખતે હીરા ઉદ્યોગપતિ સાવજી ધોળકિયા દિવાળી પર કાર-ફ્લેટ નહીં આપે

આર્થિક મંદીની અસર દેશના લગભગ તમામ ક્ષેત્રોમાં દેખાવા માંડી છે. સુરતના હીરાના ધંધાને પણ ફટકો પડ્યો છે.

|
Google Oneindia Gujarati News

આર્થિક મંદીની અસર દેશના લગભગ તમામ ક્ષેત્રોમાં દેખાવા માંડી છે. સુરતના હીરાના ધંધાને પણ ફટકો પડ્યો છે. દિવાળી પર દર વર્ષે પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ જેવી મોંઘી ગિફ્ટ આપતા પ્રખ્યાત હીરા વેપારી સાવજી ધોળકિયાને પણ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે તેમણે નક્કી કર્યું છે કે તે પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ જેવી મોંઘી ગિફટ આપશે નહીં.

7 મહિનામાં 40,000 થી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી

7 મહિનામાં 40,000 થી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી

સાવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગ 2008 ની તીવ્ર મંદી કરતા ખરાબ હાલતમાં છે. આવી સ્થિતિમાં અમે દિવાળી પર ભેટનો ખર્ચો ઉઠાવી શકીશું નહીં. તેમણે કહ્યું કે અમે હીરા કર્મચારીઓની નોકરી અંગે પણ ચિંતિત છીએ. છેલ્લા 7 મહિનામાં 40,000 થી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી છે. એટલું જ નહીં કામ કરતા કર્મચારીઓના પગારમાં પણ 40 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

દેશ મંદીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે: સાવજી ધોળકિયા

દેશ મંદીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે: સાવજી ધોળકિયા

તેમણે કહ્યું કે દેશ મંદીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને જે કંપનીઓ કોઈ રીતે કામ કરી રહી છે તે મજબૂરીથી કરી રહી છે. સુરત ડાયમંડ એસોસિએશન (એસડીએ) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરતમાં છેલ્લા કેટલાક મહિનામાં હીરાના લગભગ 20 ટકા એકમોમાં કામ ઠપ થઇ ચુક્યા છે. આ મોટાભાગે માઇનિંગ કંપનીઓ દ્વારા દરમાં થયેલા વધારા અને પૉલિશ ડાયમંડની કિંમતમાં સતત ઘટાડાને કારણે છે.

તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 6 હજાર કરોડ છે.

તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 6 હજાર કરોડ છે.

મંદીની સ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, આ વર્ષે પ્રથમ વખત, ડાયમંડની દિગ્ગ્જ કંપની De Beers Sa એ તેનું ઉત્પાદન ઘટાડવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે 2011 થી દર વર્ષે સાવજી ધોળકિયા તેમના કર્મચારીઓને દિવાળી બોનસ કાર, ઝવેરાત અને ફ્લેટ આપી રહ્યા છે. ધોળકિયાની હરે કૃષ્ણ ડાયમંડ એક્સપોર્ટ કંપનીમાં લગભગ 8 હજાર કર્મચારી કાર્યરત છે, તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 6 હજાર કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: NHSRCL: બુલેટ ટ્રેનના રૂટમાં આવતા 1 વૃક્ષ કપાત સામે 10 વૃક્ષો ઉગાડાશે

English summary
This time diamond businessman Savji Dholakia will not give a car-flat on Diwali
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X