For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વચનવાળાં ગલી મહોલ્લામાં ફરી ફરફરિયા વહેંચે છે : મોદી

|
Google Oneindia Gujarati News

Narendra Modi
સુરત, 24 સપ્ટેમ્બર : ગુજરાતમાં કાપડ અને હીરાનું કેન્દ્ર ગણાતા સુરતમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાને સંબોધન કરતા ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ગળું ખરાબ હોવાને કારણે ખૂબ ઓછું ભાષણ આપ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ હસ્તે 963 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની તકતીનું અનાવરણ કર્યું હતું.

કેન્દ્રની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર અંગે મુખ્ય મંત્રીએ જણાવ્યું કે કમનસીબે આઝાદી પછી દેશને એવું નેતૃત્વ મળ્યું કે આઝાદીના લડવૈયાઓએ જોયેલા સપનાં રોળાઇ ગયા. દેશની સિસ્ટમ એવી છે કે પ્રધાનમંત્રી કંઇ બોલતા નથી અથવા તો બોલી શકતા નથી અથવા તો બોલવા જેવું કશું છે નહીં.

ગુજરાતે એવો વિકાસ કર્યો છે કે ગુજરાતનું નામ લેવાય તો વિકાસની વાત થાય અને વિકાસનું નામ લેવાય તો ગુજરાતની વાત થાય. મને 11 વર્ષ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે કામ કરવાનો લાભ મળ્યો છે.

હું પ્રથમવાર 2001માં ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે ગુજરાતનું કુલ બજેટ રૂપિયા 6000 કરોડ હતું. 20 દિવસ પહેલા સુરત આવ્યો ત્યારે 1300 કરોડ રૂપિયાના કાર્યોની વિધિ કરી ગયો હતો. આજે બીજા 1000 કરોડના કાર્યોનું ખાત મૂહૂર્ત કર્યું છે. એકલા સુરતમાં એક મહિનામાં 2300 કરોડ રૂપિયાના કાર્યો કર્યા છે.

ગામડાંમાં હવે લોકોને પ્રશ્ન ઉઠે છે કે મોદી આટલા રૂપિયા લાવે છે ક્યાંથી અને વડા પ્રધાનના મનમાં પ્રશ્ન ઉઠે છે કે રૂપિયાના ઝાડ ક્યાં છે? વડાપ્રધાને યુવાનોનું જ્ઞાન વર્ધન કર્યું છે કે રૂપિયાના ઝાડ નથી હોતા. દેશની જનતાને ખબર છે કે પીએમ પાસે ટુજી સ્પેક્ટર, કોલસા કૌભાંડનું ઝાડ છે અને તેમાંથી રૂપિયા ઉતારે છે. આ જનતા છે બધું જ જાણે છે.

આજકાલ વચનવાળા ગલી મહોલ્લામાં ફરે છે અને વચનને બદલે ફરફરિયા વહેંચે છે. મેં વચન નહીં નિર્ણય કર્યો છે. કોંગ્રેસે 2009ના ચૂંટણી ઢંઢેરામાં એક કરોડને રોજગારી આપવાની વાત કરી હતી. મને આ જૂઠ્ઠાણા અને પ્રજાની કરાતી છેતરપિંડી સામે વાંધો છે. ભારત સરકારના તાજેતરના રિપોર્ટમાં કહેવાયું છે કે દેશમાં કુલ રોજગારીમાંથી 72 ટકા નોકરી એકલા ગુજરાતમાં ઉભી થઇ છે. હું વડાપ્રધાનને કહું છું, હો જાયે મુકાબલા.

સ્વામી વિવેકાનંદ 1897માં શિકાગોથી ભારતમાં પાછા આવ્યા ત્યારે મદ્રાસના બંદરે ઉતર્યા. તેમણે મદ્રાસમાં આપેલા ભાષણમાં જણાવ્યું કે ભારતવાસીઓ બધા જ દેવી-દેવતાઓને ભૂલીને ભારત માતાની પૂજા કરો. બરાબર 50 વર્ષ પછી 1947માં દેશ આઝાદ થયો. તેમણે કહ્યું હતું કે દેશની યુવા શક્તિ ભારતની સ્થિતિ બદલશે. આપણે વિવેકાનંદના સ્વપ્નને સાકાર કરવામાં નિષ્ફળ ગયા છીએ.

નિર્ણયો
- કોઇ પણ નવયુવાન યુવક કે યુવતી પોતાનો ઉદ્યોગ ધંધો શરૂ કરવા માંગે તો ગુજરાત સરકાર ગેરન્ટર બનશે.
- નોકરીમાં એજ લિમિટ 25 અને 28 છે તેને વધારીને 28 અને 30 કરી દીધી છે.
- વિવેકાનંદ યુવક કેન્દ્રોને રમત ગમતના સાધનો આપ્યાં.

English summary
Speaking from Surat, Gujarat's chief minister Narendra Modi said that today's leadership is failed to fulfill our freedom fighter's dreams.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X