આજે મોદી દિલ્હીમાં વર્ચસ્વ બતાવશે, પ્રથમ તબક્કાના ઉમેદવારો ફાઇનલ કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના જાહેરનામા અનુસાર 13 ડિસેમ્બરે પ્રથમ તબક્કાયમાં યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 24 નવેમ્બર છે. શનિવારે અંતિમ દિવસ પહેલા ગુરુવારે સાંજ સુધીમાં અથવા શુક્રવારે સવારે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
આ માટે ગુજરાતથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આર સી ફળદુ, પાર્ટી મહાસચિવ ભીખુભાઇ દલસણિયા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચૂંટણી પ્રચાર અભિયાનના અધ્યક્ષ પુરસોત્તમ રૂપાલા આ બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં વી સતીષ પણ હાજર રહેશે.
પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી હજી સુધી જાહેર નહીં થઇ હોવાથી હવે એવી શક્યતા ઉભી થઇ રહી છે કે તમામ ઉમેદવારો એક જ દિવસે પોતાના ઉમેદવારી પત્રો ભરે. ભાજપ પ્રથમ તબક્કા માટેની ચૂંટણીનો પ્રચાર રાષ્ટ્રીય આગેવાનો સાથે 26 નવેમ્બરથી શરૂ કરે એવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
