રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા, વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેડૂતો માટે કરી આ જાહેરાત
ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા ગુજરાતમાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. તેના ભાગ રૂપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદથી ચૂંટણી પ્રચારની શ્રીગેશ કર્યા હતા. રાહુ
ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા ગુજરાતમાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. તેના ભાગ રૂપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદથી ચૂંટણી પ્રચારની શ્રીગેશ કર્યા હતા. રાહુલ ગાંધીએ અમદાવાદ રિવરફ્ર્ન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સભાને સંબોધન કર્યુ હતુ. કોંગ્રેસની સરકાર બનશે તો 3 હજાર ઇંગ્લીશ મીડિય સ્કુલ, ખેડૂતોની લોન માફ કરવામાં આવશે તેમજ ખેડૂતની વિજ બિલ માફ કરીને 300 યુનિટ વિજળી ગુજરાતની જનતાને આપવામાં આવશે.

રાહુલ ગાંધીએ વધુમાં ચૂંટણી લક્ષી જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસની સરકાર બનશે તો સૌથી પહેલા ખેડુતોની લોન માફ કરશે. ખેડૂતોની વિજ બિલ માફ કરવામાં આવશે. 3 હાજર ઇંગ્લીશ મીડિય શાળા શરૂ કવરામાં આવશે. જેમા ગર્લ્સને ફ્રીમા શિક્ષણ આપવામાં આવશે. દુધ ઉત્પાદકોને 5 રૂપિયા સબસિડી અને ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાની જાહેરાત કરી હતી. કોવિડમાં 3 લાખ લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો હતો. તેમના પરિવારને 4 લાખ સહાય આપવામાં આવશે. આ સાથે બે રોજગારી અને ભ્રષ્ટાચારને ખતમ કરવાની વાત કરી હતી.
સભાને સંધબન કરતા રાહુલ ગાંધીએ ખેડૂતોની લોન માફીથી લઇને શિક્ષણ અને સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સાલ ઉઠાવ્યા હતા. અને કહ્યુ હતુ કે, સરદાર પટેલે ખેડૂતો વિરુદ્ધ ક્યારેય એક સવાલ નથી કર્યો. તેમણે લોકતાંત્રીક સંસ્થાને ઉભી કરી હતી. સરદાર પટેલ વગર અમૂલ અસ્તીત્વમાં ના આવી શકે. ભાજપ એક બાજુ મુર્તિ બનાવે છે. અને બીજી ભાજુ જેના માટે સરદાર પટેલ મર્યા તેને જ નજરઅંદાજ કરે છે. ગુજરાતમાં જે સંસ્થાઓની પાયો સરદાર પટેલે નાખ્યો તે સસ્થાને ભાજપે ખતમ કરી નાખી છે. ગુજરાતમાં એક રાજનૈતિક પક્ષ સામે નથી લડતા તમે તે વિચાર ધારા સામે લડો છો જેની સામે સરદાર પટેલ સામે લડ્યા હતા.
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ સભામાં ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, ભાજપના અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, રાજ્યસભાની સાસદ, શક્તિસિંહ ગોહેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા સહિતના કોંગ્રેસના પ્રદેશ નેતાઓ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
