Namaste Trump: અમદાવાદમાં ભીડ જોઈને બોલ્યા ટ્રમ્પ- આવો નજારો ક્યાંય નથી જોયો
અમદાવાદઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બે દિવસીય ભારત યાત્રા આજે શરૂ કરી દીધી છે. ટ્રમ્પ પહેલા અમદાવાદ પહોંચ્યા અને અહીં રોડ શોમાં ભારતીય સંસ્કૃતિની એક ઝલક નજીકથી જોઈ. આ દરમિયાન જે ભીડે તેમનું સ્વાગત કર્યું, તેને જોઈ અમેરિકી પ્રેસિડેન્ટ દંગ રહી ગયા. પ્રેસિડેન્ટના સલાહકારે ખુદ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી અને તેમણે રોડ શો જોઈને કેવી પ્રતિક્રિયા આપી તે જણાવ્યું.
આવો નજારો પહેલા ક્યાંય નથી જોયો
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર ડૈન સ્કૈવિનો જૂનિયરે ટ્વીટ કરી જણાવ્યું કે પ્રેસિડેન્ટ ટોરમ્પે રોડ શોને એક અવિશ્વસનીય નજારો ગણાવ્યો. તેમણે ટ્વીટ કરી લખ્યું, 'સ્ટેડિયમ સુધી જતા રસ્તે જે નજારો જોવા મળ્યો તેઓ પહેલા ક્યારેય નથી જોયો અને આ અવિશ્વસનીય છે.' અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા આજથી શરૂ થઈ રહી છે. ટ્રમ્પનો આ પ્રવાસ કેટલોય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મોટેરા સ્ટેડિયમમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જતા પહેલા ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા સાબરમતી આશ્રમ ગયા હતા. અહીં બનેએ આશ્રમ વિશે જાણકારી લીધી અને પીએમ મોદી પાસેથી મહત્વપૂર્ણ વાતો જાણી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમથી કહ્યું- 10 વર્ષમા ભારતમાંથી ગરીબી ખતમ થઈ જશે, જાણો 10 મોટી વાતો