For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉમરેઠના કોંગી એમએલએ લાલસિંહ ભાજપમાં જોડાયા

By Super
|
Google Oneindia Gujarati News

bjp
અમદાવાદ, 28 નવેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી દ્વારા ઉમરેઠમાં ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો છે, જેને લઇને કોંગ્રેસે કોઇ ઉમેદવાર ઉભો નહીં રાખતા ધારાસભ્ય લાલસિંહ નારાજ થયા છે અને પોતાના જુના ઘરે પરત ફર્યા છે. લાલસિંહ વડોદીયા મંગળવારે પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ઉપરાંત આણંદ જિલ્લા કોંગ્રેસના મંત્રી પદે રહેલા વિપુલ પેટલઅને લોકજનશક્તિ પાર્ટીના હેતલ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશિક પટેલે ઉક્ત તમામને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

અત્રે નોંધનીય છે કે 2007માં ભાજપ તરફથી લાલસિંહને ટિકિટ ફાળવવામાં આવી નહોતી, જેના કારણે નિરાશ થયેલા લાલસિંહે કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો અને ઉમરેઠ બેઠક પરથી ચૂંટણી લડતાં વિજેતા થયા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસ કોઇ ઉમેદવાર ઉભો રાખવાની નથી, તેથી લાલસિંહ વડોદીયા પુનઃ ભારતમાં જોડાયા છે. અહીં ભાજપમાં જોડેયલા અગ્રણીઓની યાદી આપવામાં આવી છે.

ભાજપામાં જોડાનાર અગ્રણીઓ

સલીમ ગુલામનબી વોરા
મુનાફ મલેક
બી. બી. મલેક - માજી પ્રમુખ
હાજી યાકુબ શેખ
હાજી અલ્લારખ્ખા શેખ - નગરપાલિકા સભ્ય
અરવિંદ જી. રાવલ - એડવોકેટ
વલીમહંમદ કારીગર - નગરપાલિકા સભ્ય
ગુલાબસિંહ બારોટ
રજવતસિંહ રાઉલજી - માજી કોર્પોરેટર
દિલીપભાઈ શાહ
અજીતસિંહ રણજીતસિંહ પુવાર
મકબુલભાઈ પઠાણ - નોવેલ્ટી હોટલ
અરવિંદ મગનભાઈ ઠાકોર
નરેન્દ્ર ડી. સોલંકી - અનુસૂચિત જાતિ સેલ
કમલસિંહ ગિરવરસિંહ પુવાર
પ્રવિણસિંહ રજવતસિંહ વડોદીયા - માજી કોર્પોરેટર, પૂર્વ ઉપપ્રમુખ - ઉમરેઠ નગરપાલિકા
ભૂપતસિંહ વડોદીયા - રોટરી પ્રેસીડેન્ટ - આણંદ
અમર ગોરખભાઈ જોષી - એડવોકેટ
એઝાઝુદ્દીન કાઝી - માજી કોર્પોરેટર

English summary
Umreth Congress MLA Lalsinh Vadodia rejoined the BJP on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X