ઉના માં 45 ખેડૂતો સરકારે જમીન ખાલસા કરતા આમરણાંત ઉપવાસ પર ઉતર્યા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમર, મોઠા અને દુધાઇ ગામના અંદાજે 45 જેટલા ખેડુતો તેમની જમીન ગેરકાયદેસર રીતે ખાલસા થતા અને અન્ય રાજ્ય સરકારે પડાવી લેતા ઉના ઉપવાસી છાવણી ખાતે ઉપવાસ પર બેઠા છે. જેમાં રવિવારે સાત ખેડુતોની હાલત ખરાબ થતા તેમને સારવાર માટે ઉના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  આ અંગે સામાજીક એકતા અને જાગૃતિ મિશનના સંયોજક કેવલસિંહ રાઠોડે જણાવ્યુ કે ઉનાના ત્રણ ગામોની જમીન સરકારે ગેરકાયદેસર રીતે ખાલસા કરતા અંદાજે 52 જેટલા ખે઼ડુતો ઉના ખાતે છેલ્લાં ચાર દિવસથી આમણાંત ઉપવાસ પર બેઠા છે અને આ અગાઉ તેમણે માંગણી કરી હતી કે સરકાર ખાલસા કરેલી જમીન રિન્યુ કરે અને જમીન પરત આવે. કારણ કે ખેડુતો ખેતીની આવક પર જ નિર્ભર છે. જ્યારે સરકારે કોઇ પણ કારણસર ખોટી રીતે અન્યાય કર્યો છે. આમણાંત ઉપવાસ છેલ્લો રસ્તો છે અને અમે છેલ્લાં શ્વાસ સુધી લડી લઇશુ.

farmer

છેલ્લાં બે દિવસ દરમિયાન કેટલાંક ખેડુતનોની હાલત બગડી હતી. જેથી તેમની સારવાર છાવણી ખાતે જ ચાલતી હતી. પણ છ ખેડુતોની હાલત વધારે બગ઼઼ડતા 108માં ઉના સિવિલ હોસ્પિટલમાં ખેસે઼ડાયા છે. કેવલસિંહ રાઠોડે આક્ષેપ કર્યો છે કે ઉપવાસી છાવણી પાસે જ વહીવટી તંત્રની ઓફિસ આવેલી છે. તેમ છતાંય. ચાર દિવસથી કોઇ સરકારી અધિકારી કે સરકારના પ્રતિનિધિ ખેડુતોની વ્યથા સાંભળવા માટે આવ્યા નથી. સરકાર ઉપવાસ છોડવા માટે દબાણ પણ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દલિત અત્યાચારનું આંદોલન ઉનાથી જ શરૂ થયું હતુ. જેના કારણે સરકારને પણ મોટુ નુકશાન થયુ હતુ અને હવે ફરીથી ખેડુતો લડી લેવાના મુડમાં છે. ત્યારે આ મુદે સરકાર ફરીથી વિવાદમાં આવી શકે તેમ છે.

English summary
Una : 45 farmers are fasting for land issue. Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.