કચ્છમાંથી મળી પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ થઇ સતર્ક

Posted By:
Subscribe to Oneindia News

શુક્રવારે કચ્છના હરામીનાળાથી એક પાકિસ્તાન બિનવારસુ બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. બીએસએફની એક ટુકડીએ રૂટિન પેટ્રોલિંગ દરમિયાન આ બોટને બિનવારસી હાલતમાં મેળવી હતી. આ બોટમાંથી 4 થી 5 વ્યક્તિ ભારતમાં ધૂસ્યા હોય તેવું પ્રાથમિક તપાસ દ્વારા જાણવા મળતા સુરક્ષા એજન્સીઓએ સરહદી વિસ્તારમાં હાઇએલર્ટ જાહેર કરી સઘન તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે હાલમાં 15 ઓગસ્ટની ઉજવણી પૂર્ણ થઇ છે ત્યારે આવી બિનવારસી બોટ મળી આવતા સુરક્ષામાં મોટી પ્રમાણમાં છેડછાડ થઇ હોય તેવું જોવા મળ્યું છે.

BSF

ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસે માછીમારો પાકિસ્તાની સરહદેથી અહીં ભૂલથી આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે તેમ છતાં સુરક્ષા એજન્સી આ બિનવારસી બોટ અને તેમાંથી ઉતરેલા લોકો કોણ હતા તે જાણવા પ્રયાસો શરૂ કરી લીધા છે. તેવી પણ બની શકે કે એકથી વધુ બોટ પણ આ વિસ્તારમાં આવી હોય ત્યારે હાલ તો બીએસએ અને સ્થાનિક પોલીસ આ મામલે સમગ્ર પંથકમાં સર્તક રહીને તપાસ કરી રહ્યા છે.

English summary
Unidentified Pakistani boats found at Narayan Sarovar in Kutch area.
Please Wait while comments are loading...