For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનોખા મોદીભક્ત : સોમનાથથી દિલ્હી પદયાત્રા કરી મોદીને મળશે

|
Google Oneindia Gujarati News

સોમનાથ, 1 જુલાઇ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની તોલે અન્ય કોઇ રાજનેતા આવી શકે તેમ નથી. કારણ કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે. તેમના ચાહકો તેમના માટે કંઇ પણ કરી શકે છે. ચાહકોનો આ જુસ્સો માત્ર જુવાનીયાઓ નહીં પરંતુ વૃદ્ધાવસ્થાની અટારીએ પહોંચેલાઓમાં પણ છે. આવો જ એક ચાહક ગુજરાતમાં આવેલા પવિત્ર યાત્રાધામ સોમનાથ પાસે રહે છે.

નરેન્દ્ર મોદીના ચાહકો મોદી બ્રાન્ડની વિવિધ વસ્તુઓ બહાર પાડીને અને અનેક ચાહકો તેને ખરીદીને પોતાનો પ્રેમ દર્શાવે છે. કેટલાક ચાહકો તેમના વ્યવસાયને મોદીના નામ કે બ્રાન્ડ સાથે જોડીને લોકપ્રિયતામાં વધારો કરી રહ્યા છે. જો કે સોમનાથમાં રહેતા આ ચાહક અનોખા છે. તેઓ નરેન્દ્ર મોદી માટે પોતાની ચાહત વ્યક્ત કરવા સોમનાથથી દિલ્હી સુધીની પદયાત્રા કરવાના છે.

નરેન્દ્ર મોદીના અનોખા ચાહક વેરાવળના નાવદ્રા ગામમાં રહે છે. આ 65 વર્ષીય વૃદ્ધ ચાહક કોળી સમાજમાં ભગતના નામે ઓળખાચ છે. તેમનું મૂળ નામ ગોવિંદભાઇ કરશનભાઇ રાઠોડ છે. તેઓ ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમના ભક્ત છે. જીંદગીના અંતિંમ વર્ષોમાં તેમની એક જ ખ્વાહિશ છે કે તેઓ નરેન્દ્ર મોદીને રૂબરૂ મળે. આ માટે તેમણે વાત સાંભળતા જ મોંઢામાંથી ઓહો નીકળી જાય એવું કાર્ય કરવાનું નક્કી કર્યું છે. તેઓ મોદીને રૂબરૂ મળવા માટે સોમનાથથી દિલ્હીની પદયાત્રા કરવાના છે.

ગોવિંદભાઇ રાઠોડ અષાઢી બીજના શુભદિને વેરાવળના નાવદ્રા ગામથી સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. સોમનાથ દાદાના દર્શન કરી અને પ્રસાદ લઇને ગોવિંદભાઇએ પગપાળા દિલ્હી જવા માટે પ્રસ્થાન કર્યું હતું.

આશા અમર છે

આશા અમર છે

ગોવિંદભાઇને આશા છે કે પોતે સોમનાથથી પગપાળા ચાલી દિલ્હી પહોંચશે તો મોદી ભારે વ્યસ્તતા વચ્ચે પણ અમૂક પળો ચોરીને પોતાને જરૂર થોડા સમય માટે પણ મળશે એવો મક્કમ વિશ્ર્વાસ છે.

2007માં મોદી માટે માનતા માની હતી

2007માં મોદી માટે માનતા માની હતી

નોંધનીય છે કે વર્ષ 2007માં મોદી વિરોધી તત્ત્વ જોરમાં આવ્યા હતા ત્યારે ગોવિંદભાઇએ મોદીની જીત માટે સોમનાથદાદા સમક્ષ માનતા માની હતી. ત્યારે મોદી મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા ત્યારે માનતા પૂરી થતા ગોવિંદભાઇ સોમનાથથી પગપાળા ચાલીને ગાંધીનગર પહોંચ્યા હતા અને મોદીને મળ્યા હતા.

મોદીને વડાપ્રધાન બનાવવા માટે માનતા

મોદીને વડાપ્રધાન બનાવવા માટે માનતા

સોમનાથદાદામાં પ્રચંડ આસ્થા ધરાવતા ગોવિંદભાઇએ મોદી વડા પ્રધાન બને તે માટે સોમનાથથી દિલ્હીની પદયાત્રાની માનતા માની હતી, જેના ભાગરૂપે તેઓ અષાઢી બીજે સોમનાથથી દિલ્હી જવા નીકળ્યા હતા. આ સમયે અનેક મોદીચાહકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

મોદી માટે કર્યું અનુષ્ઠાન

મોદી માટે કર્યું અનુષ્ઠાન

લોકસભા ચૂંટણી દરમિયાન 20 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન મોદીની જીત માટે ગોવિંદભાઇએ સતત પાંચ દિવસનાં અનુષ્ઠાન કરવા સાથે પોતાની વાડીએ મહાશક્તિ યજ્ઞનું આયોજન પણ ર્ક્યું હતું.

English summary
Unique Modi fan: Will cover distance from Somnath to Delhi by walk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X