For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોડાસાનું એક અનોખુ મંદિર, જ્યાં પૂજાય છે ડુંગરની શીલા

|
Google Oneindia Gujarati News

મોડાસા, 11 નવેમ્બરઃ જ્યારે પણ મંદિરની વાત આવે એટલે આપણા માનસપટલ પર એક ચિત્ર આવી જાય છે, જેમાં મંદિરમાં મૂર્તિની પૂજા થતી હોય છે, પરંતુ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં એક અનોખું મદિર આવેલું છે. જ્યાં મૂર્તિ નહીં પરંતુ શીલાની પૂજા કરવામાં આવે છે. મોડાસાના બોલુન્દ્રા પાસે ડુંગરની ટોચ પરથી શીલા નીચે ઉતર્યા બાદ આસ્થાથી તેની પૂજા કરવામાં આવે છે. ડુંગરેશી બાવજી તરીકે જાણીતા આ મંદિર મોટી માત્રામાં ભક્તો ઉમટે છે.

worship-of-mountain-sheila
મોડાસા તાલુકાના બોલુન્દ્રા પાસે ભાટકોટા રોડ પર ભારતની એકમાત્ર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું આ એક એવું મંદિર છે, જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી શીલાની દેવના રૂપમાં પૂજા કરવામાં આવે છે અને તેથી જ આ મંદિરને ડુંગરેશી બાવાજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અનેક શ્રદ્ધાળાઓમાં એવુ આસ્થા છેકે, શરીર પર કોઇપણ પ્રકારની ગાંઠ નીકળી હોય તો આ મંદિરની માનતા રાખવાથી એ ગાંઠ ઓગળી જાય છે. આ જ આસ્થાના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ડુંગરેશી બાવજીના મંદિરે શરીરની ગાંઠથી છૂટકારો મેળવવા દૂરદૂરથી લોકો અહીં આવે છે.

આ મંદિરને લઇને એક પૌરાણિક કહાણી છે. વર્ષો પહેલા ડુંગરમાં શીલા ઉપસ્થિત હતી અને તેની પૂજા કરવા માટે રોજ ગામની એક શ્રદ્ધાળું મહિલાને ડુંગર ચઢવો પડતો હતો. સમય જતાં મહિલા વૃદ્ધ થતા તે ડુંગર પર ચઢી શકતી ન હોવાથી પોતાના આરાધ્ય દેવને આ વૃદ્ધ મહિલાએ પ્રાર્થના કરી કે ડુંગરેશી બાવજી તમારું સત હોય અને મારી ભક્તિ સાચી હોય તો તમે કાલે નીચે આવી જજો. બીજા દિવસે જાણે કે ચમત્કાર સર્જાયો હોય તે રીતે ડુંગર પરની શીલા તળેટીમાં હતી.

English summary
Unique temple in Modasa where there worship of mountain sheila
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X