For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનરેગાનો પગાર ન ચુકવાતા વડગામના શ્રમિકોનો બનાસકાંઠા કલેક્ટક કચેરી ખાતે વિરોધ

બનાસકાંઠાના વડગામમાં મનરેગા શ્રમિકોને પગાર ન ચુકવાતા વિરોધ ઉઠ્યો છે. મનરેગા કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપી વહેલી તકે પગાર ચુકવવા માંગ કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

બનાસકાંઠાના વડગામમાં મનરેગા શ્રમિકોને પગાર ન ચુકવાતા વિરોધ ઉઠ્યો છે. મનરેગા કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપી વહેલી તકે પગાર ચુકવવા માંગ કરી હતી. બીજી તરફ કાર્યવાહીં નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Recommended Video

બનાસકાંઠા : વડગામ મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને પગાર ન ચૂકવાતા શ્રમિકાઓએ કલેક્ટર કચેરી ગજવી

workers protest

વડગામ તાલુકાના મનરેગા શ્રમિકોની માંગ છે કે તેમને વહેલી તકે પગાર ચુકવવામાં આવે. આ તાલુતામાં છેલ્લા મહિનાથી મનરેગા કર્મચારીઓને પગાર ચુકવવામાં આવ્યો નથી. ત્યારે સ્થાનિક અપક્ષના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ શ્રમિકો સાથે જોડાયા હતા અને વહેલી તકે પગાર ચુકવવા માંગ કરી હતી.

200 વધુ મહિલાઓ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યા બાદ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકારને ચિમકી ઉચ્ચારી હતી. તંત્રની બેદરકારીને કારણે 7 કરોડથી વધારે રૂપિયા ચુકવવાના બાકી છે ત્યારે જિજ્ઞેશ મેવાણીએ આવા પરિવારો માટે 300 દિવસના રોજગારની માંગ કરી છે. આ ઉપરાંત આવા શ્રમીકોને કાયમી કરવા પણ માંગ કરી છે. જિજ્ઞેશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી હતી કે જો યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આંદોલનનો રસ્તો લેવાશે. મનરેગા કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી આંદોલવન કરશે.

English summary
Unpaid Vadgam workers protest at Banaskantha Collectorate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X