For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો ગુજરાતીઓના રોળાશે સપના, નારાજ મોદીનો PMને પત્ર

By Super
|
Google Oneindia Gujarati News

modi-PM
ગાંધીનગર, 15 માર્ચઃ યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનના નિયમોમાં કરવામાં આવેલા ફેરબદલને લઇને હોબાળો મચ્યો છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ યુપીએસસીના બદાલયેલા નિયમો સામે સખત વિરોધ નોંધાવ્યો છે અને વડાપ્રધાન પત્ર પાઠવ્યો છે. પત્રમાં મોદીએ જણાવ્યું છે કે સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનમાં ગુજરાતી ભાષામાં પરીક્ષા આપવાની જોગવાઇ રદ કરવાથી ગુજરાતના હજારો યુવાનોના સપના રોળાઇ રહ્યાં છે.

પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહને આ સંદર્ભમાં તત્કાળ દરમિયાનગીરી કરવાનો ભારપૂર્વક આગ્રહ દર્શાવતા ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાતી ભાષામાં સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશન આપવાની અગાઉની યુપીએસસીની જોગવાઇઓમાં 'મેરીટ' માટે અંગ્રેજી ભાષાના વિષયના પ્રશ્નપત્રમાં જે માર્ક આપવાના હતા તેનો સમાવેશ 'મેરીટ'ની ગણતરીમાં થતો નહોતો, પરંતુ આ નવી જોગવાઇઓ પ્રમાણે આવી પરીક્ષાઓમાં 'ઇંગ્લીશ કોમ્પ્રીહેન્સન' અને 'ઇંગ્લિશ પ્રેસીસ'ને મળેલા માર્ક ફાઇનલ મેરીટમાં ગણતરીમાં લેવાશે. જેના કારણે જે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નિબંધ લખી શકશે નહીં અને તેને માત્ર અંગ્રેજી કે હિન્દીમાં જ નિબંધ લખવા પડશે.

સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનમાં પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ માટે પેપર નં-2( અંગ્રેજી કોમ્પ્રીહેન્શન) સિવાય જો તેઓની સંખ્યા 25થી ઓછી હોય તો પ્રાદેશિક ભાષા(ગુજરાતી)નો સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાં ઉપયોગ કરી નહીં શકે. આ લેગ્વેજ બાયસ(ગુજરાતી ભાષા પ્રત્યેના પૂર્વગ્રહ)ને કારણે જેઓ માધ્યમિક શાળાઓમાં પ્રાદેશિક માધ્યમમાં ભણ્યા હોય અને કોલેજોમાં અંગ્રેજી માધ્યમમાં સ્નાતકની પરીક્ષા આફતા હોય તો પણ તેમની પાસે ઇંગ્લીશ લેંગ્વેજની પ્રોફિસીયન્સીનું લેવલ માતૃભાષા જેવું આપી શકે જ નહીં.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના ગરીબ પછાત, દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓ ઉપર, તેમની કારકિર્દી ઘડતર પર ખૂજ જ વિપરીત અસરો પડશે. આ અંગે વધાપ્રધાનને તાત્કાલિક દરમિયાનગીરી કરી યુપીએસસીમાં સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાં ગુજરાતી પ્રાદેશિક ભાષા વિશેના પૂર્વગ્રહના કારણે હજારો વિદ્યાર્થીઓના સિવિલ સર્વિસીઝમાં ઉત્તિર્ણ થવાના સપના રોળાઇ ના જાય તે જોવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે.

English summary
Wrote a letter to the PM opposing the changes in the UPSC exam pattern concerning Gujarati & other regional languages.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X