દ્વારકાના ગામડાઓમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં
દ્વારકાના ગામડાઓમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં
કોરોનાવાયરસના કહેર વચ્ચે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મોટાભાગના રાજ્યોમાં 18થી 45 વર્ષના લોકોને પણ રસી આપવાની શરૂ કરી દેવામાં આવી છે, જો કે ગુજરાતના કેટલાક જિલ્લામાં વિલંબ થયો હતો. હવે મોડે મોડે તંત્ર જાગ્યું અને કોરોના રસીકરણના અભિયાનને ઝડપી બનાવ્યું.

તાજેતરમાં જ વિજય રૂપાણી સરકારે તમામ જિલ્લામાં 18થી 44 વર્ષની ઉંમર ધરાવતા લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વિરોધી રસી લેવા માટે લોકોમાં જાગૃતિ જોવા મળી હતી. ખંભાળિયા નજીક આવેલ ધરમપુર ગામે રસીકરણ સેન્ટર ફાળવવામાં આવ્યું હતું, લોકોમાં વહેલી સવારેથી જ રસી લેવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.
તંત્રએ પણ રસીકરણ કેન્દ્ર ખાતે લોકોને તકલીફ ન પડે તે માટે પીવાના પાણી વગેરે જરૂરિયાત મુજબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
જો કુલ લેવાયેલી વેક્સીન વિશે વાત કરીએ તો અત્યાર સૂધીમાં ગુજરાતમાં કુલ 1 કરોડ 36 લાખ 63 હજાર 544 લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 42 લાખ 61 હજાર 375 લોકોને બીજો ડોઝ મળી ચૂક્યો છે. કુલ 1 કરોડ 79 લાખ 24 હજાર 919 ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 6 જૂન સુધી કોરોના વેક્સીનના સૌથી વધુ ડોઝ મહારાષ્ટ્રમાં 2 કરોડ 36 લાખ 68 હજાર 323 આપવામાં આવ્યા જ્યારે સૌથી ઓછા ડોઝ લક્ષદ્વીપમાં 37327 ડોઝ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
