વડોદરામાં મોડી રાતે થયો પથ્થરમારો, સામ સામે આવ્યા બે જૂથ

Posted By:
Subscribe to Oneindia News

ગુરુવારે, મોડી રાત્રે વડોદરામાં ગણપતિની સવારીને લઇને બબાલ થતા પથ્થરમારો થયો હતો. અને બે જૂથના લોકો સામ સામે આવી ગયા હતા. સાથે જ તોફાની તત્વોએ અનેક વાહનોને આગ લગાવી હતી. જે બાદ પોલીસે 30 જેટલા અશ્રુવાયુના સેલ છોડી અને લાઠીચાર્જ કરીને ભીડને છૂટી પાડી હતી. વધુમાં આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓ સમેત 9 થી 10 લોકોને ઇજા થઇ હતી. જો કે તે બાદ હાલ અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તેનાત કરવામાં આવ્યો છે. અને હાલ સ્થિતિ શાંતિપૂર્ણ છે.

riot vadodara

વડોદરાના પાણી ગેટ અને માંડવી વિસ્તારમાં ગણપતિની સ્થાપનાની સવારી પથ્થરમારો કરવામાં આવતા મામલો વિકર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દુકાનોને પણ બાળવામાં આવી હતી. અને અચાનક જ શહેરનું વાતાવરણ તંગ બની ગયું હતું. ગણેશ ચતુર્થી પહેલા જ કોમી તોફાનોના માહોલ સ્થિતીને ગંભીર બનાવીને મુકી દીધી હતી. જો કે વડોદરાના પોલીસ કમિશ્નર મનોજ શશિધરે હાલ સ્થિતિ કાબુમાં હોવાની વાત જાણાવી હતી.

English summary
Vadodara: Communal riots happened during ganesh procession time. Read here more details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.