વડોદરાઃ કલેક્ટર કચેરીમાં આગ, કોઇ જાનહાનિ નહીં

Subscribe to Oneindia News

વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લાગવાની ઘટના બની હતી. ઉપલબ્ધ માહિતી મુજબ ઓફિસના ACમાં શોર્ટ સર્કિટ થાવને કારણે આગ લાગી હતી. આગ લાગતા કલેક્ટર કચેરીમાં નાસભાગ શરી થઇ ગઇ હતી. કલેક્ટર કચેરીમાંથી કર્મચારીઓ સાથે અધિકારીઓ પણ બાહર દોડી આવ્યા હતા તથા ફાયર બ્રિગેડની ટામને જાણ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

fire

આ ઘટના બની ત્યારે કલેક્ટર પી.ભારતી હાજર ન હતા, પરંતુ કલેક્ટર કચેરીમાં આવેલ રેંજ આઈજીની ઓફિસમાં આઇપીએસ અધિકારીઓની બેઠક ચાલી રહી હતી. આગ લાગવાની ઘટનાની જાણકારી મળતાં પોલીસ અધિકારીઓ કલેક્ટર કચેરી બાહર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કલિક ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરીની બારીઓ તોડી પાણીનો માર ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. કચેરીની કેટલીક ફાઈલો બળીને રાખ થઇ ગઈ હતી.

English summary
Vadodara : Fire break in vadodara collector office:
Please Wait while comments are loading...