પોલીસને જોઇને ભાગવા જતા જુગારી ત્રીજા માળેથી નીચે પટકાયો

Subscribe to Oneindia News

વડોદરા શહેરના કલાલી વિસ્તાર અટલાદરા બ્રિજ પાસે શિવાજીપુરી આવાસોમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા શહેર એસઓજી પોલીસે પાડેલા દરોડામાં પોલીસથી બચવા માટે યુવાને ભાગવાનો પ્રયાસ કરતાં ત્રીજા માળેથી પડતું મુક્યું હતું. જોકે નીચે પટકાયેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.એસઓજી પોલીસે જુગાર રામતા હોવાની બાતમીના આધારે શિવાજીપુરીમાં દરોડા પાડ્યા હતા. તીન પત્તીનો જુગાર રમાઇ રહ્યો હતો તે દરમ્યાન પોલીસને જોઇ જતા બચવા માટે ભાગેલો યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો હતો.

baroda

જો કે તે સિવાય પોલીસે 4 વ્યકતિને જુગાર રમતાં ઝડપી લીધા હતા. જુગાર રમતા વ્યકતિઓ પૈકી મહેશ ઉર્ફે મોતીસિંહ ધીરજસિંહ સોલંકી પોલીસને જોઇને ગભરાઇ ગયો હતો અને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભાગવાના પ્રયાસમાં તે બાલ્કની પરથી નીચે પટકાતા મોત થયું હતું. મૃતકના પરિવારે જણાવ્યુ હતું કે મહેશ ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ખુબ ગરીબ પરિવારનો કમાવનાર ના મોતના સમાચાર મળતાં તેની પત્ની બેભાન થઇ ગઇ હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

English summary
Vadodara: Gambler died while police trying to catch him.
Please Wait while comments are loading...