Vadodara hit and run case : વડોદરા હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો, ગાંજાના નશામાં હતો આરોપી રક્ષિત ચોરસિયા
Vadodara hit and run case : વડોદરામાં થયેલા હિટ એન્ડ રન કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં આરોપી રક્ષિત ચોરસિયાએ ગાંજાનો નશો કરીને કાર ચલાવી હતી.
આની પુષ્ટિ આરોપીના બ્લડ સેમ્પલ રિપોર્ટમાં થઈ છે. આ ઉપરાંત તેના મિત્રો પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે પણ ગાંજાનુ સેવન કર્યાનું સામે આવ્યું છે.

કારેલીબાગ પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે સુરેશ ભરવાડના ઘરે ત્રણેય આરોપીઓએ ગાંજાનુ સેવન કર્યુ હતુ. ત્યારબાદ રક્ષિત ચોરસિયાએ ગાંજાના નશામાં હિટ એન્ડ રન અકસ્માત કર્યો હતો. આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે.
પોલીસે આરોપી પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી લીધી છે, જ્યારે સુરેશ ભરવાડ હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. તેની શોધખોળ માટે પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે.
આ કેસમાં મુખ્ય આરોપી રક્ષિત ચોરસિયાના વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણ એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
