વડોદરાઃ 40 જુગારીઓની ધરપકડ, 3 લાખનો મુદ્દામાલ કબજે

Subscribe to Oneindia News

વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાંથી પોલીસે 40 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, પ્રતાપનગર વિસ્તારમાં એક ક્લબમાં જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે બાતમીનાં આધારે દરોડા પાડ્યા હતા. પોલીસના આવવાની ખબર પડતા જ જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

crime brach

મળતી માહિતી મુજબ પ્રતાપનગર વિસ્તારમાં સોશિયલ ક્લબના નામે જુગારધામ ચાલતો હતો. ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીને આધારે સોશિયલ ક્લબમાં દરોડા પાડ્યા હતા અને તમામ 40 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે અહીંથી લગભગ રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ જુગારીઓને પોલીસ સ્ટેશન લઇ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

English summary
vadodara: police has arrested 40 person for playing gambling.
Please Wait while comments are loading...